હમણાં નિવૃત્તિ વિશે નથી વિચારી રહ્યો, 2019 પછી નિર્ણય લઈશ.

Posted By:
Subscribe to Oneindia News

ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા યુવરાજ સિંહ હાલમાં નિવૃત્તિ વિશે નથી વિચારી રહ્યા. યુવરાજ સિંહ હાલમાં પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યા છે. યુવરાજ સિંહને હજુ પણ આશા છે કે તેમને ટીમમાં રમવાનો ચાન્સ મળશે. વર્ષ 2017 દરમિયાન યુવરાજ સિંહ થોડા સમય માટે ટીમ ઇન્ડિયાનો હિસ્સો બન્યા હતા. પરંતુ લાંબા સમય માટે ટકી શક્યા નહીં.

yuvraj singh

યુવરાજ સિંહએ જાતે કહ્યું છે કે તેઓ વર્ષ 2019 સુધી ક્રિકેટ રમશે ત્યારપછી તેઓ નિવૃત્તિ વિશે વિચારશે. યુવરાજ સિંહએ ભારત તરફથી છેલ્લી વનડે જૂન 2017 દરમિયાન રમી હતી. તેમને જણાવ્યું કે આઇપીએલ ની આગળની સીઝન તેમના માટે ઘણી અગત્યની છે કારણકે તેમાં તેઓ સારું પ્રદર્શન કરીને વર્લ્ડકપ 2019 માટે પોતાની જગ્યા બનાવવા માંગે છે.

18માં લૉરેન્સ વિશ્વ ખેલ પુરસ્કાર સમારંભ દરમિયાન યુવરાજ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આઇપીએલ માં સારું પ્રદર્શન કરવા માંગે છે. મારા માટે આ મહત્વની ટુર્નામેન્ટ છે કારણકે તેનાથી 2019 સુધી રમવાની દિશા નક્કી થશે. હું વર્ષ 2019 સુધી રમવા માંગુ છું અને તેના પછી જ આગળ માટે કોઈ નિર્ણય લઈશ.

યુવરાજ સિંહએ વિરાટ કોહલીના ખુબ જ વખાણ કર્યા તેમને કહ્યું કે આ શાનદાર પ્રદર્શન રહ્યું. ટેસ્ટ સીરીઝ હાર્યા પછી ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ જોરદાર કમબેક કર્યું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Yuvraj Singh said he will take call on his career after 2019

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.