Yuzvendra Chahal Record : ઇતિહાસ રચશે યુઝવેન્દ્ર ચહલ, આવું કરનારો પહેલો ભારતીય બોલર બનશે
Yuzvendra Chahal Record : યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી પાંચ ટી20 સિરીઝમાં રમી રહ્યો છે. જે બીજી ટી20માં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. ભારતને પહેલી મેચમાં 4 રનથી હારવાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ મેચમાં યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી.
આ વિકેટ સાથે ચહલની T20 ઈન્ટરનેશનલમાં કુલ 93 વિકેટ છે. ઉલ્લેખનીય છે કે, ચહલ ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. યુઝવેન્દ્ર ચહલ T20માં 100 વિકેટ લેવાથી માત્ર 7 વિકેટ દૂર છે. આવી સ્થિતિમાં જો તે આ 7 વિકેટો મેળવી લે છે, તો તે આ આંકડા સુધી પહોંચનારો ભારતનો પ્રથમ બોલર બની જશે.

ઈતિહાસ રચવાથી માત્ર 7 વિકેટ દૂર - હકીકતમાં યુઝવેન્દ્ર ચહલે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 સિરીઝમાં તે 7 વિકેટ લઈને મોટો રેકોર્ડ હાંસલ કરશે. આ સાથે તે 100 વિકેટ લઈને આદિલ રાશિદ, ક્રિસ જોર્ડન, માર્ક એડેર અને શાહિદ આફ્રિદીને પાછળ છોડી દેશે.
ચહલ બાદ ભુવનેશ્વર કુમારે ટી20માં સૌથી વધુ વિકેટ લીધી છે. ભુવીએ 90 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ આ મામલે ચોથા નંબર પર છે, જેણે એક વર્ષથી વધુ સમયથી ક્રિકેટ નથી રમી. જોકે, તે આયર્લેન્ડ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરશે. તેણે 90 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.
પ્રથમ T20માં બે મોટી વિકેટ ઉલ્લેખનીય છે કે અનુભવી સ્પિનરચહલને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં તક આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચમાં પ્રયોગ કર્યો હતો, આમ છતાં ચહલને એક પણ મેચ રમાડવામાં આવી ન હતી, પરંતુ ટી20 સિરીઝની શરૂઆતમાં ચહલને પ્રથમ મેચમાં પ્લેઈંગ-11માં તક મળી હતી.












Click it and Unblock the Notifications
