For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલિપ હ્યૂજની જેમ આ ક્રિકેટર્સ પણ રમત દરમિયાન મોતને ભેટ્યા

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યૂજને મેચ દરમિયાન માથાના ભાગે ગંભીર ઇજા થયા બાદ તે કોમામાં જતો રહ્યો હતો, જેનું આજે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું છે. હ્યૂજને શેફીલ્ડ શીલ્ડ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે એક બાઉન્સર બોલ માથાના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે તેનું નિધન થયું હતું.

ફિલિપ હ્યૂજ પહેલા પણ વિશ્વ ક્રિકેટમાં આ પ્રકારની ઘટના ઘટી ગઇ છે, જેમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓનું નિધન થયું હતું. આજે અમે અહીં એવા જ પાંચ ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેઓને ક્રિકેટ પીચ પર ઇજા થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું. તો ચાલો તસવીરો થકી તેમના પર નજર ફેરવીએ.

વસીમ રાજા

વસીમ રાજા

વસીમ રાજાએ પાકિસ્તાન તરફથી 57 ટેસ્ટ અને 54 વનડે મેચો રમી હતી. 23 ઑગસ્ટ 2006ના રોજ 54 વર્ષની વયે તેઓ સરી ઓવર ફીફ્ટીઝ તરફથી રમી રહ્યાં હતા, ત્યારે બોલિંગ કર્યા બાદ તેઓ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ ભરી રહ્યાં હતા, જ્યાં તેમને ચક્કર આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતા અને બાદમાં તેમનું નિધન થયું હતું.

રમણ લાંબા

રમણ લાંબા

20 ફેબ્રુઆરી 1998ના રોજ ઢાકા સ્ટેડિયમમાં ઢાકા પ્રીમીયર લીગમાં અબહાની ક્રીડા ચક્ર ટીમ તરફથી રમી રહેલા રમણ લાંબા શોર્ટ લેગમાં હેલ્મેટ પહેર્યા વગર ફિલ્ડિંગ ભરી રહ્યાં હતા, ત્યારે તેમને માથાના ભાગે બોલ વાગ્યો હતો, આ બોલનો પ્રહાર એટલો જોરદાર હતો કે બોલ તેમના માથે વાગીને ફરીથી વિકેટકીપરના હાથમાં જતો રહ્યો હતો. બોલ વાગવાના કારણે રમણ લાંબાને હેમરેજ થઇ ગયું હતું અને સારવારના ત્રણ દિવસ બાદ તેમનું મોત નીપજ્યું હતું.

વિલ્ફ્રેડ સ્લેક

વિલ્ફ્રેડ સ્લેક

તેઓ મિડલસેક્સ ટીમના ખેલાડી હતા અને તેમણે 237 પ્રથમ કક્ષાની મેચોમાં 13950 રન બનાવ્યા હતા. એક મેચમાં બેટિંગ કરતી વખતે તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા અને બાદમાં તેમનું મોત નીપજ્યું હતું. આ પ્રતિભાશાળી ખેલાડીની યાદમાં ફિન્ચલીના બાર્નેટ કાઉન્સીલ ગ્રાઉન્ડને વિલ્ફ સ્લેક નામ આપવામાં આવ્યું હતું.

સૈયદ ફકીર અલી

સૈયદ ફકીર અલી

19 એપ્રિલ 2008ના રોજ કેલિફોર્નિયાના ટ્રેસી યુનાઇટેડ ક્રિકેટ કલબ તરફથી લીગ મેચ રમતી વખતે 34 વર્ષીય ભારતીય ખેલાડી સૈયદ ફકીલ અલીને હાર્ટ એટેક આવ્યો હતો, તેમને સારવાર અર્થે ફ્રેમોન્ટ વોશિંગ્ટન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઇયાન ફોલી

ઇયાન ફોલી

લેન્શાયર અને ડર્બીશાયર તરફથી રમતા 30 વર્ષીય ક્રિકેટર ઇયાન ફોલીને 30 ઑગસ્ટ 1993ના રોજ કુમ્બ્રીઅન વ્હાઇટહેવન તરફથી રમતી વખતે આંખ નીચે બોલ વાગ્યો હતો, તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું.

English summary
cricketers who died while playing the sport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X