For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: છાતીમાં બોલ વાગતા મેદાનમાં જ ફૂટબોલ ખેલાડીની થયી મૌત

ફૂટબૉલ ફેન્સ માટે રવિવારનો દિવસ સારો નથી રહ્યો. એક ક્રોએશિયાઈ ફૂટબૉલ ખેલાડીની છાતીમાં બોલ વાગવાને કારણે મેદાનમાં જ તેની મૌત થઇ ગયી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફૂટબોલ ફેન્સ માટે રવિવારનો દિવસ સારો નથી રહ્યો. એક ક્રોએશિયાઈ ફૂટબોલ ખેલાડીની છાતીમાં બોલ વાગવાને કારણે મેદાનમાં જ તેની મૌત થઇ ગયી. ખેલાડીની મૌતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવી રહ્યું છે. 25 વર્ષના ક્રોએશિયાઈ ફૂટબોલ ખેલાડી બ્રુનો બોબન ક્રોએશિયાઈ ફૂટબોલ લીગમાં મારસોનીયા ટીમ તરફથી રમી રહ્યા હતા. રવિવારે સ્લાવોનીયાજ પોજેગા ટીમ વિરુદ્ધ રમતા બ્રુનો ની છાતી પર બોલ વાગ્યો અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. ત્યારપછી મેદાન પર પહોંચી મેડિકલ ટીમે બ્રુનો ને 40 મિનિટ સુધી હોશમાં લાવવાની કોશિશ કરી પરંતુ બ્રુનો એ મેદાનમાં પોતાની દમ તોડી નાખ્યો.

bruno boban

સોમવારે આવેલી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે બ્રુનોની મૌત હાર્ટ એટેક ઘ્વારા થયી છે. આપણે જણાવી દઈએ કે બ્રુનો થર્ડ ડિવિઝન લીગમાં અત્યાર સુધી ટોપ સ્કોરર હતો અને આ લીગમાં તેઓ 12 ગોલ કરી ચુક્યા હતા. બ્રુનો વર્ષ 2014 થી વર્ષ 2016 દરમિયાન સ્લોવેનીજા ટીમ તરફથી ફૂટબોલ રમી રહ્યા હતા અને આ વર્ષની શરૂઆતમાં બ્રુનો એ મારસોનીયા ટીમ સાથે કરાર કર્યો હતો. બ્રુનોની મૌત પર ઘણા ખેલાડીઓ ઘ્વારા દુઃખ જાહેર કરવામાં આવ્યું છે.

ક્રોએશિયાઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી મારિયો મંજુકીક એ પોતાનું દુઃખ જાંહેર કર્યું અને કહ્યું કે "બ્રુનો ની આત્માને શાંતિ મળે, મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને ટીમના સાથીઓ સાથે છે". આ પહેલા પણ વર્ષ 2008 દરમિયાન ક્રોએશિયાઈ ફૂટબોલ હરવોજો કસ્ટીક ની આવી જ રીતે મૌત થયી હતી. ખરેખર કસ્ટીક એક કોન્ક્રીટની દીવાલ સાથે ટકરાઈ ગયા હતા. જેના કારણે તેમના માથા પર ગંભીર ચોટ આવી હતી અને 5 દિવસ પછી હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધો હતો.

English summary
A Croatian footballer has collapsed and died during a football match after the football hit him on the chest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X