કોમનવેલ્થ ગેમ્સનું સમાપનઃ ભારતે મેળવેલા રજત પદક
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ પદકો સહિત કુલ 64 પદક હાંસલ કરીને પદક તાલિકામાં પાંચમુ સ્થાન મેળવ્યું છે. ભારતીય ખેલાડીઓએ દેશ માટે 15 સુવર્ણ, 30 રજત અને 19 કાંસ્ય પદક જીત્યા છે. કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે રવિવારે ભારતે એક સુવર્ણ પદક અને બે રજત પદક જીત્યા હતા.
ઇંગ્લેન્ડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સર્વાધિક 58 સુવર્ણ પદકો સહિત 174 પદક હાસલ કરીને 1986 બાદ ટોચના સ્થાને પુનરાગમન કર્યું છે. ઇગ્લેન્ડે 59 રજત અને 57 કાંસ્ય પદક જીત્યા છે. બીજી તરફ ગત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ રહેનાર ઓસ્ટ્રેલિયા આ વખતે બીજા ક્રમે આવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 49 સુવર્ણ, 42 રજત અને 46 કાંસ્ય પદક સાથે 137 પદક જીત્યા છે. કેનેડા ત્રીજા સ્થાને રહ્યું છે, તેણે 32 સુવર્ણ, 16 રજત અને 34 કાંસ્ય પદક જીત્યા છે. સ્કોટલેન્ડે ઇતિહાસ રચતા કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 53 પદક હાંસલ કર્યાં છે, તેણે 19 સુવર્ણ, 15 રજત અને 19 કાંસ્ય પદક જીત્યાં છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના કયા કયા ખેલાડીએ રજત પદક જીત્યા છે.

એસ મિરબાઇ ચાનુ- રજત પદક
એસ મિરબાઇ ચાનુએ મહિલા વેટલિફ્ટિંગ 48 કેજી કેટેગરીમાં રજત પદક જીત્યો છે.

સુશિલા લિક્માદામ- રજત પદક
સુશિલા લિક્માદામે મહિલા જુડો 48 કેજીમાં રજત પદક જીત્યો છે.

નવજોત ચાના- રજત પદક
નવજોત ચાનાએ પુરુષ જૂડો 60 કેજીમાં રજત પદક જીત્યો છે.

સંતોષી માત્સા- રજત પદક
સંતોષી માત્સાએ મહિલા 53 કેજી વેટલિફ્ટિંગમાં રજત પદક જીત્યો છે.

મલાઇકા ગોએલ- રજત પદક
મલાઇકા ગોએલે મહિલા 10 મીટર એર પિસ્તલ શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

પ્રકાશ નાન્જપ્પા- રજત પદક
પ્રકાશ નાન્જપ્પાએ પુરુષ શૂટિંગ 10 મિટર એર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે.

અયોનિકા પૉલ- રજત પદક
અયોનિકા પૉલે મહિલા શૂટિંગ 10 મિટર એર રાયફલમાં રજત પદક જીત્યો છે.

અનિસા સઇદ- રજત પદક
અનિસા સઇદે મહિલા શૂટિંગ 25 મિટર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે.

શ્રેયાસી સિંહ- રજત પદક
શ્રેયાસી સિંહે મહિલા શૂટિંગ ડબલ ટ્રેપમાં રજત પદક જીત્યો છે.

રવિ કતાલુ-રજત પદક
રવિ કતાલુએ પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં રજત પદક જીત્યો છે.

ગુરપાલ સિંહ- રજત પદક
ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે.

ગગન નારંગ- રજત પદક
ગગન નારંગે પુરુષ 50 મિટર રાઇફલ પ્રોન શૂટિંગમાં રજત પદક જીત્યો છે.

વિકાસ ઠાકુર- રજત પદક
વિકાસ ઠાકુરે પુરુષ 85 કેજી વેટલિફ્ટિંગમાં રજત પદક જીત્યો છે.

હરપ્રિત સિંહ- રજત પદક
હરપ્રિત સિંહે પુરુષ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં રજત પદક મેળવ્યો છે.

સંજીવ રાજપૂત- રજત પદક
સંજીવ રાજપૂતે પુરુષ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટ્સમાં રજત પદક મેળવ્યો છે.

રાજીવ તોમર- રજત પદક
રાજીવ તોમરે પુરુષ 125 કેજી ફ્રીસ્ટાઇલ કુશ્તિમાં રજત પકદ મેળવ્યો છે.

લલિતા-રજત પદક
લલિતાએ મહિલા કુશ્તિ 53 કેજીમાં રજત પદક જીત્યો છે.

બજરંગ- રજત પદક
બજરંગે પુરુષ કુશ્તિ 61 કેજીમાં રજત પદક જીત્યો છે.

સાક્ષી મલિક- રજત પદક
સાક્ષી મલિકે મહિલા કુશ્તિ 58 કેજીમાં રજત પદક જીત્યો છે.

સત્યવ્રત કાદિયાન- રજત પદક
સત્યવ્રત કાદિયાને પુરુષ કુશ્તિ 97 કેજીમાં રજત પદક જીત્યો છે.

ગીતિકા જાખડ- રજત પદક
ગીતિકા જાખડે મહિલા કુશ્તિ 63 કેજીમાં રજત પદક જીત્યો છે.

સીમા પૂનિયા- રજત પદક
સીમા પૂનિયાએ ચક્કા ફેંકમાં રજત પદક જીત્યો છે.

અંચતા શરત કમલ અને એંથોની અમલરાજ- રજત પદક
અંચતા શરત કમલ અને એંથોની અમલરાજે ટેબલ ટેનિસ પુરુષમાં રજત પદક જીત્યો છે.

સરિતા દેવી- રજત પદક
સરિતા દેવીએ મહિલા 57-60 કેજી મુક્કેબાજીમાં રજત પદક જીત્યો છે.

દેવેન્દ્રો સિંહ-રજત પદક
દેવેન્દ્રો સિંહે પુરુષ 49 કેજી મુક્કેબાજીમાં રજત પદક જીત્યો છે.

મંદીપ સિંહ જાંગરા- રજત પદક
મંદીપ સિંહ જાંગરાએ પુરુષ 69 કેજી મુક્કેબાજીમાં રજત પદક જીત્યો છે.

રાજિંદર રાહેલૂ- રજત પદક
રાજિંદર રાહેલૂએ પુરુષ હેવીવેઇટ પાવર લિફ્ટિંગમાં રજત પદક જીત્યો છે.

વિજેંદર સિંહ- રજત પદક
વિજેંદર સિંહે પુરુષ 75 કેજી મુક્કેબાજીમાં સુવર્ણ પદક જીત્યો છે.

પુરુષ હોકી ટીમ- રજત પદક
પુરુષ હોકી ટીમે રજત પદક જીત્યો છે.

જ્લાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પા- રજત પદક
જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ મહિલા યુગલ બેડમિન્ટનમાં રજત પદક જીત્યો છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
