સહેવાગ અને અગરકરના કારણે દિલ્હી જીત્યું

virendra-sehwag
કેપટાઉન, 22 ઑક્ટોબર: ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરી રહેલા વિરેન્દ્ર સહેવાગની સંતુલિત ઇનિંગ અને અજિત અગરકરના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે દિલ્હી ડેયરડેવિલ્સે પર્થ સ્કોચર્સને ત્રણ વિકેટે હરાવી સેમીફાઇનલ માટે પોતાની મજબૂતી નોંધાવી છે. જો કે દિલ્હી માટે આ જીત એટલી આસન રહી ન હતી. સહેવાગે 42 બોલમાં 52 રન બનાવ્યા હતા જેમાં એક સિક્સર અને 4 ચોગ્ગા ફટકાર્યા હોવાછતાં 19.2 ઓવરમાં જીત મેળવી હતી.

ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કરનારી દિલ્હીની ટીમે અજિત અગરકરની મદદથી પર્થ સ્કોચર્સની ટીમને પાંચ વિકેટે 121 રન બનાવી અટકાવી દિધી હતી. સ્કોચર્સ તરફથી શાન મોર્શે 39, સાઇમન કોટિચે 34 અને એમઆર માર્શે 20 રન બનાવ્યા હતા.

સરળ લાગી રહેલાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. મહેલા જયવર્ધને માત્ર 4 રન બનાવી આઉટ થઇ ગયા હતા. ઉંમુક્ત ચાંદે 3 રન બનાવ્યા હતા. કેવિન પીટરસને 9 રન, ઇરફાને 14 અને અજિત અગરકરે 11 રન બનાવ્યા હતા. આ જીત સાથે દિલ્હીની ટીમ દસ અંક સાથે પ્રથમ સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X