For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોની બન્યા દુનિયાના પાંચમાં સૌથી મોંઘા બ્રાંડ

|
Google Oneindia Gujarati News

dhoni
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી લોકપ્રિય ખેલાડીઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે. ફોર્બ્સ મેગેઝિનની સૂચિમાં દુનિયાના સૌથી કિંમતી બ્રાંડ એથલીટોની સૂચિમાં ધોનીને પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે. આ સૂચિમાં સ્થાન બનાવનાર ધોની એકમાત્ર ભારતીય ખેલાડી છે.

આ સૂચિમાં પહેલા સ્થાન પર અમેરિકાના બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રાન જેમ્સ છે. આ સૂચિમાં જાણીતા ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સ અને ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને રાફેલ નદાલનો પણ સમાવેશ થાય છે. ફોર્બ્સમાં ધોનીની બ્રાંડ વેલ્યૂ 20 મિલિયન અમેરિકન ડોલર આંકવામાં આવી છે. જે પાછલા વર્ષની તુલનામાં થોડી ઓછી છે. ગયા વર્ષે ધોનીની બ્રાંડ વેલ્યૂ 21 મિલિયન ડોલર હતી.

ફોર્બ્સની સૂચિમાં દુનિયાભરના દસ સૌથી મોંઘા એથલીટને સમાવવામાં આવ્યા છે. ધોનીએ 2013માં સ્પાર્ટન સ્પોર્ટ્સ અને એમિટી યૂનિવર્સિટીની સાથે 4 મિલિયન ડોલરના અનુબંધનો કરાર કર્યો છે જ્યારે રિબોક સાથે 1 મિલિયન ડોલરનો કરાર પહેલાથી હતો જ.

આ સૂચિમાં સૌથી ઉપર જેમ્સ છે જેમની બ્રાંડ વેલ્યૂ 37 મિલિયન ડોલર છે. જેમ્સ નાઇકી, મેકડોનાલ્ડ, કોકા-કોલા જેવી પ્રોડક્ટ માટે પ્રચાર કરે છે. જ્યારે ટાઇગર વુડ્સની બ્રાંડ વેલ્યૂ 36 મિલિયન ડોલર છે. જ્યારે નાઇકી સૌથી વેલ્યૂએબલ બ્રાંડના રૂપમાં પહેલા સ્થાન પર છે.

English summary
Dhoni is the sole Indian sportsman to figure on Forbes' list of the world's most valuable athlete brands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X