ચેપલને દ્રવિડનો જવાબઃ કોહલીનો સમય આવશે, ધોની યોગ્ય વ્યક્તિ
નવી દિલ્હી, 16 જુલાઇઃ પૂર્વ ભારતીય સુકાની રાહુલ દ્રવિડે કહ્યું છેકે, મહેન્દ્ર સિંહ ધોનીને બદલવાની જરૂર નથી, જેવું સૂચન ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની ઇયાન ચેપલે આપ્યું છે, કારણ કે ઝારખંડના આ વિકેટકીપર બેટ્સમેનના નેતૃત્વમાં ટીમે સારી પ્રગતિ કરી છે.
દ્રવિડે કોન્ફ્રેસ કોલ થકી મીડિયાકર્મીઓને કહ્યું કે, ધોની ભારતને આગળ લઇ જવા માટે યોગ્ય વ્યક્તિ છે, કારણ કે અમે પ્રગતિ કરી રહ્યાં છીએ અને તેમના નેતૃત્વમાં આગળ વધી રહ્યાં છીએ. અનેક લોકો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં અતીત(2011-2012)માં મળેલી હારની ફરિયાદ કરી રહ્યાં છે, પરંતુ હવે તેમની પાસે યુવા ટીમ છે, જે સારું કામ કરી રહ્યાં છે.
ચેપલે તાજેતરમાં સૂચન કર્યું હતું કે સમય આવી ગયો છેકે, ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીને આપવામાં આવે, કારણ કે ધોની ટેસ્ટ ક્રિકેટમાં સુકાની તરીકે આશાઓ પર ખરા ઉતર્યા નથી. દ્રવિડે કર્ણાટક રણજી ટીમના પૂર્વ સાથી સ્ટૂઅર્ટ બિન્નીના પણ વખાણ કર્યા છે, જેમણે ટ્રેન્ટ બ્રિજમાં મેચ બચાવતી 78 રનની ઇનિંગ રમી ટીકાકારોને ખોટા સાબિત કર્યાં છે. વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

સ્ટુઅર્ટ અંગે દ્રવિડનું મંતવ્ય
દ્રવિડે કહ્યું કે, મને લાગે છેકે સ્ટુઅર્ટે સાબિત કર્યું છેકે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવાનો હકદાર છે. લોકોની ફરિયાદ છેકે તેણે પૂરતી બોલિંગ કરી નથી, પરંતુ તેની પાછળ સામાન્ય તર્ક છેકે સ્થિતિ તેની શૈલીની બોલિંગને અનુકૂળ નહોતી. મને લાગે છેકે તેણે લોર્ડ્સમાં વધુ તક મળશે.

લોર્ડ્સમાં ભારત સામેના પડકારો
બીજી ટેસ્ટમાં ભારત સામેના પડકારો અંગે દ્રવિડે કહ્યું કે, લોર્ડ્સમાં ટ્રેન્ટ બ્રિજમાં થયેલી પહેલી ટેસ્ટની સરખામણીએ અલગ પડકારો જોવા મળશે. સ્થિતિ થોડીક અલગ હશે, પીચથી ઝડપી બોલર્સને વધુ મદદ મળશે. મને રોમાંચક મુકાબલો જોવા મળશે તેવી આશા છે. દ્રવિડનું માનવું છેકે આર અશ્વિનને ધેર્ય રાખવું જોઇએ અને તક મળવાની રાહ જોવી જોઇએ.

અશ્વિનને તક મળશે
દ્રવિડે કહ્યું કે, જાડેજાના હાલના પ્રદર્શનને જોઇને તેને ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટની બહાર રાખવો મુશ્કેલ હતો. મને આશા છેકે અશ્વિનને સ્થિતિ જોઇને તક આપવામાં આવશે.

શું કહ્યું હતું ચેપલે
ચેપલે કહ્યું હતું કે, મારું માનવું છેકે સમય આવી ગયો છેકે ધોની નેતૃત્વ છોડે અને કોહલીને ભારતીય ટેસ્ટ ટીમના સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવે. નિશ્ચિત રીતે ધોની એ ટેસ્ટ સુકાની નથી. મારા મતે ક્રિકેટના નાના વર્ઝનમાં તે સારો સુકાની છે. મને નથી લાગતું કે વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવે તો કોઇ સમસ્યા ઉભી થશે. ભારતને નેતૃત્વ માટે એક તાજા બ્રેઇનની જરૂર છે, પરંતુ ભારતીય ટીમના પસંદગીકારો આવો અઘરો નિર્ણય લેવા માગતા નથી.












Click it and Unblock the Notifications
