ધોનીએ ઉઠાવ્યો યુવરાજની ફીટનેસ પર સવાલ

ધોનીએ કહ્યું કે, એ યુવરાજે નક્કી કરવાનું છે કે તેમણે ટેસ્ટ મેચો માટેની ફિટનેસ હાંસલ કરી લીધી છે કે નહીં. ઇંગ્લેન્ડ સાથે થનારી આગામી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે પાંચ નવેમ્બરે ટીમની પસંદગી કરવાની છે અને યુવરાજને નંબર-6 માટેનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
યુવરાજે દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ તેમ છતાં યુવરાજની ફિટનેસ સામે પ્રશ્નો ખડા કરવામાં આવી રહ્યાં છે.
ધોનીએ કહ્યું, '' ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટ બન્ને અલગ છે. વનડે મેચમાં 50 ઓવર રમવાની હોય છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ અનિશ્ચિતતાથી ભરેલું છે. તેમા ટીમને બે દિવસ સુધી બેટિંગ કરવાનું આવી શકે છે. તેવામાં યુવરાજે જાતે જ નિર્ણય કરવો પડશે કે તે ટેસ્ટ માટે ફીટ છે કે નહીં. ''
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યા પછી યુવરાજે અત્યારસુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. તેણે ટી-20 મેચો રમી છે તથા પાંચ દિવસીય પ્રથમ શ્રેણીની મેચ પણ રમી છે, પરંતુ પ્રતિસ્પર્ધી સ્તર પર તે હજુ સુધી ફીટનેસના સ્તર પર માપાયો નથી.












Click it and Unblock the Notifications
