સ્પિનર્સે નિરાશ કર્યાઃ મહેન્દ્ર સિંહ ધોની

dhoni
મુંબઇ, 26 નવેમ્બર: ઇંગ્લેન્ડના હાથે બીજી ટેસ્ટ મેચમાં મળેલા કારમા પરાજય બાદ ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે કહ્યું કે તે પોતાના સ્પિન બોલર્સના પ્રદર્શનથી નિરાશ છે.

ઇંગ્લિશ ટીમે ભારતને 10 વિકેટથી પરાજય આપ્યો. મેચ બાદ ધોનીએ કહ્યું, ' હું અમારા સ્પિનર્સના પ્રદર્શનથી નિરાશ છું. અમે ઇંગ્લિશ ટીમને સારી બેટિંગ કરવાની તક આપી, અમદાવાદ કરતા સ્થિતિ અલગ હતી પરંતુ અહીંનો માહોલ અલગ હતો.'

ભારતીય સુકાનીએ મેચમાં 11 વિકેટ મેળવનાર ઇંગ્લિશ સ્પિનર મોન્ટી પાનેસરના ભરપેટ વખાણ કર્યા ધોનીએ કહ્યું, ' પાનેસરે શાનદાર બોલિંગ કરી. તેમને સારા સ્પિન મળ્યા પરંતુ તેમના બોલની ઝડપે પણ અમને ઘણા પરેશાન કર્યા. તમની બોલ પર ભારતીય બેટ્સમેન સહજ જણાતા નહોતા.'

ભારતીય સુકાનીએ કહ્યું કે તેવામાં જ્યારે શ્રેણી 1-1થી બરાબર થઇ ગઇ છે, ત્યારે આગામી મેચો ઘણી રસપ્રદ હશે. આગામી મેચ કોલકતામાં રમાનાર છે. સુકાની બોલ્યા, ' જ્યારે બે શ્રેષ્ઠ ટીમો ટકરાય છે ત્યારે મુકાબલો આવો જ રસપ્રદ હોય છે. હવે આગામી બે મેચોમાં બન્ને ટીમોની સાચી ક્ષમતાની કસોટી થશે.'

નામધારીને રિમાન્ડ પર લીધા બાદ દિલ્હી પોલીસની ટીમ ફરી તેને લઇને બાજપુર આવી હતી અને હત્યાકાંડમાં કથિત રીતે ઉપયોગ લેવાયેલી 7.62 એમએમ પિસ્તોલનો કબજો મેળવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X