For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ફ્લેચરને હટાવો, વેંગી અને શાસ્ત્રીને બનાવો કોચ’

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 સપ્ટેમ્બરઃ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન કેવું હતું તેનાથી બધા જ માહિતગાર છે. ટીમના પ્રદર્શન માટે કોચને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે અને ટેસ્ટ શ્રેણી દરમિયાનથી કોચ પદેથી ડંકન ફ્લેચરની છૂટ્ટી કરવામાં આવે તેવી માંગ અનેક દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ દ્વારા કરવામાં આવી છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે અને એ છે ભારતના પૂર્વ વિકેટ કીપર ફારુખ એન્જીનિયર.

તેમનું કહેવું છેકે, ડંકન ફ્લેચરને ભારતીય ટીમના મુખ્ય કોચ પદેથી હટાવી દેવા જોઇએ અને તેમના સ્થાને રવિ શાસ્ત્રી અને દિલીપ વેંગસરકરને ટીમના માર્ગદર્શન તરીકેની જવાબદારી સોંપવામાં આવવી જોઇએ.

એન્જીનિયરે ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાની ઇન્ડોર એકેડમીના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે, રવિએ ઘણું જ સારું કામ કર્યું છે. તેણે ખેલાડીઓને પ્રેરિત કર્યા છે, તેનું વ્યક્તિત્વ રચનાત્મક છે. માત્ર વનડે ક્રિકેટ જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે ટીમને માર્ગદર્શન આપવું જોઇએ. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ-CLT20માં નહીં રમી શકે રોહિત, કેપ્ટન્સી માટે ભજ્જી-પોલાર્ડ રેસમાં
આ પણ વાંચોઃ- ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક
આ પણ વાંચોઃ- ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ

ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ શાસ્ત્રીને બનાવાયા ડિરેક્ટર

ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ શાસ્ત્રીને બનાવાયા ડિરેક્ટર

ભારતને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન 1-3થી પરાજય મળ્યા બાદ પૂર્વ ભારતીય ઓલ રાઉન્ડર અને સુકાની રવિ શાસ્ત્રીને વનડે શ્રેણી માટે ટીમના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતે જીતી વનડે શ્રેણી

શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતે જીતી વનડે શ્રેણી

વનડે શ્રેણી દરમિયાન રવિ શાસ્ત્રીએ એક ડિરેક્ટર તરીકેની ભૂમિકા સારી રીતે ભજવી હતી. તેઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં હતા અને જરૂરી સુચન આપી રહ્યાં હતા. જેના ભાગરૂપે ભારતે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 3-1થી જીતી લીધી હતી.

રવિ સાથે દિલીપ વેંગસરકરને રાખવા જોઇએ

રવિ સાથે દિલીપ વેંગસરકરને રાખવા જોઇએ

ઇંગ્લેન્ડમાં વસતા એન્જીનિયરે કહ્યું કે, મને લાગે છેકે રવિ સાથે દિલીપ વેંગસરકર જેવી વ્યક્તિને રાખવી જોઇએ. આ બન્નેએ એક સાથે ક્રિકેટ રમી છે. તે રમતની તમામ નાની વાતોને સારી પેઠે જાણે છે. આ બન્ને ભારતીય ક્રિકેટનું ભાગ્ય બદલી શકે છે.

વેંગસરકર હોવા જોઇએ મુખ્ય વ્યક્તિ

વેંગસરકર હોવા જોઇએ મુખ્ય વ્યક્તિ

એન્જીનિયરે કહ્યું કે, મારા મતે તો વેંગસરકર મુખ્ય દાવેદાર હોવા જોઇએ, કારણ કે તેમણે તમામ સ્તરે આ કામ કર્યું છે. તેમની પોતાની એકેડમીઓ છે. મારા માટે તે મુખ્ય વ્યક્તિ છે જેમણે કોચિંગ અથવા તો પ્રબંધન માટે ભારતીય ક્રિકેટમાં સામેલ કરવામાં આવવા જોઇએ.

English summary
Former India wicketkeeper Farokh Engineer wants Duncan Fletcher axed as the Indian team's chief coach, and the appointment of Ravi Shastri and Dilip Vengsarkar to guide the team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X