8 વર્ષની કાશ્મીરી છોકરી તજામુલે રચ્યો ઇતિહાસ, જીત્યો વર્લ્ડ કિક બોક્સિંગમાં ગોલ્ડ

Subscribe to Oneindia News

કાશ્મીરની 8 વર્ષની તજામુલ ઇસ્લામે ઇટલીમાં વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી દીધો છે. તજામુલ એવી પહેલી ખેલાડી બની ચૂકી છે જેણે સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યુ છે.

tajamul 1

9 દેશોની પ્રતિયોગીતામાં ભારતનો ઝંડો કર્યો ઉંચો

તજામુલ ઇસ્લામ જમ્મૂ કાશ્મીરના બાંડીપોરા જિલ્લાના એક છેવાડાના ગામની વતની છે. આટલી નાની ઉંમરમાં તજામુલે મોટુ કામ કરી બતાવ્યુ છે. ઇટલીના એંડ્રિયામાં આયોજિત સબ જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 9 થી વધુ દેશોએ ભાગ લીધો હતો. તજામુલે પોતાની જીત પર કહ્યુ કે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવો તેના માટે ગર્વની વાત છે. તજામુલે તેનુ સમર્થન કરવા અને પ્રોત્સાહન આપવા માટે લોકોનો આભાર માન્યો છે.

tajamul 2

સૌથી નાની ઉંમરમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

કોચ માસ્ટર ફેસલ અલી ખાનનું કહેવુ છે કે ગોલ્ડ મેડલ જીતીને તજામુલ ઇસ્લામ સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઇ છે જેણે સબ જુનિયર લેવલ પર આ કમાલ કરી બતાવી છે. સબ જુનિયર લેવલ પર 14 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લે છે. એંડ્રિયામાં આયોજિત કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં તજામુલ સૌથી નાની ઉંમરની ખેલાડી હતી.

tajamul 3

2015 માં તજામુલને મળી રાષ્ટ્રીય ખ્યાતિ

નવી દિલ્હીમાં 2015 માં આયોજિત કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં તજામુલે સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી. આ જીત બાદ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આ રમતમાં ભાગ લેવાનો મોકો મળ્યો. વર્લ્ડ ચેમ્પિયન સુધી પહોંચીને ગોલ્ડ જીતનારી તજામુલનો માર્ગ એટલો સરળ નથી રહ્યો. તજામુલના પિતા મોહમ્મદ લોન ડ્રાઇવરનું કામ કરીને ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવે છે. પરંતુ દીકરી તજામુલને પ્રોત્સાહન આપવામાં તેમણે કોઇ કસર નહોતી રાખી.

tajamul 4

નાની ઉંમરમાં તજામુલનો મોટો સંઘર્ષ

તજામુલનું કહેવુ છે કે તેણે એક સ્ટેડિયમમાં છોકરા અને છોકરીઓને પંચ મારતા જોયા તો તેણે પપ્પાને કહ્યું કે તે પણ આ રમત શીખશે. પિતા મોહમ્મદ લોને માસ્ટર ફેસલની એકેડમીમાં દીકરીને કિક બોક્સિંગ શીખવા માટે મોકલી. માસ્ટર ફેસલે તજામુલ વિશે જણાવ્યુ કે જ્યારે તે કિંડરગાર્ટનમાં ભણતી હતી ત્યારે મારી પાસે આવી હતી. મે તેની પ્રતિભા જોઇ. તે રમતના નિયમો તો નહોતી જાણતી પરંતુ તેની સ્પીડ સારી હતી અને તે એગ્રેસીવ પણ હતી.

jammu

સુવિધાઓનો અભાવ

કાશ્મીરમાં કિક બોક્સિંગ માટે સુવિધાઓનો અભાવ છે. આ અભાવો સામે ઝઝૂમીને માસ્ટર ફેસલના માર્ગદર્શન હેઠળ તજામુલે કિક બોક્સિંગ શીખી અને વર્લ્ડ કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતીને સાબિત કરી દીધુ કે તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે.

English summary
Eight years old Kashmiri girl Tajamul Islam won gold medal in World Sub Junior Kickboxing
Please Wait while comments are loading...