For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે માંગવી પડી માફી?

|
Google Oneindia Gujarati News

લંડન, 30 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે એશીઝ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ પોતાના ગંદા વ્યવહાર બદલ માફી માંગી છે. ટીમ તરફથી જારી કરવામાં આવેલા માફીનામામાં કહેવામાં આવ્યું છે કે, અમે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો ભાગ બનીને ગર્વ અનુભવીએ છીએ, એશીઝ જીતવી એક મોટી ઘટના હતી, જેના જશ્નમાં અમે કંઇક એવું કરી બેઠા જે અમારે નહોતું કરવું જોઇતું.

આ ઘટનાનો ખુલાસો એક ઓસ્ટ્રેલિયન પત્રકારે કર્યો હતો, જે મેચ ખતમ થયા બાદ મેદાન પર ઉપસ્થિત હતો. નોંધનીય છે કે, ઇંગ્લેન્ડના ખેલાડી કેવિન પીટરસન, જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડે જીત બાદ જશ્ન દરમિયાન ઓવેલની પીચ પર પેશાબ કર્યો હતો. જેની આખા વિશ્વમાં નિંદા કરવામાં આવી રહી છે.

england-team
ખેલાડીઓ દ્વારા જારી કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ ખેલનું અમે સન્માન કરીએ છીએ અને મેદાનનું પણ સન્માન કરીએ છીએ, જ્યાં અમે રમીએ છીએ. આ એક સાધારણ ભૂલ હતી તેથી વિશેષ કઇ નહોતું. અતઃ તેથી તેને મુદ્દો બનાવવામાં આવવો જોઇએ નહીં, આ એશીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવ્યું હતું.
English summary
The England cricket team has apologized after three top players celebrated the Ashes victory by allegedly urinating on the pitch at The Oval here hours after the fifth and final Test ended on Sunday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X