For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કોર 297/8 : કોહલીની સદી, ધોની 99 રન પર બોલ્ડ

|
Google Oneindia Gujarati News

નાગપુર, 15 ડિેસેમ્બર: નાગપુરના વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમેચના ત્રીજા દિવસના અંતે ટીમ ઇન્ડીયાએ 8 વિકેટના નુકસાન પર 297 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 103 રન બનાવી સ્વાનની ઓવરમાં એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા માત્ર 12 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સદી પૂરી કરવાની લ્હાયમાં 99 રને રન આઉટ થઇ ગયો હતો. અને ત્યારબાદ પીયુષ ચાવલા પણ માત્ર એક રન બનાવીને આઉટ થઇ ગયો. ભારત હાલમાં પણ ઇંગ્લેન્ડ કરતા 33 રન પાછળ છે. આઉટ થતા પહેલા કોહલી અને ધોનીની વચ્ચે 2012ના વર્ષની સૌથી મોટી 198 રનોની ભાગીદારી નોંધાવી છે.

લંચ સુધી સંભાળીને રમ્યા ધોની અને વિરાટ
ત્રીજા દિવસે મેદાનમાં ઉતર્યા બાદ ટીમ ઇન્ડિયાની શરૂઆત ધીમી રહી. ધોની અને વિરાટ બંનેએ ડિફેન્સીવ રમત દાખવી. લંચ સુધી ટીમ ઇન્ડિયાએ કોઇ વિકેટ ગુમાવી નહી. લંચ સુધી ટીમે 4 વિકેટના નુકસાન પર 146 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલીએ 46 રન અને કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 31 રન બનાવી ચૂક્યા હતા. લંચ પૂરું થવા સુધી ભારત ઇંગ્લેન્ડ કરતા 184 રન પાછળ હતું.

dhoni kohali
બીજા દિવસની રમત
નાગપુર ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે પોતાની સ્થિતિ મજબૂત બનાવી 330 રનોનો સ્કોર ઉભો કરી દીધો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ દાવની શરૂઆત કરતા શુક્રવારે 87 રનો સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતો. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 8 અને વિરાટ કોહલી 11 રન બનાવી અણનમ રહ્યા હતા. આ પહેલા ઇંગ્લેન્ડે 199 પર 5થી આગળ રમતા પ્રથમ દાવમાં 330 રન બનાવી લીધા હતા. પ્રથમ દિવસમાં અણનમ રહેલા ખેલાડી જોએ રૂટ 73 અને મૈટ પ્રાયર 57 અર્ધસદીની પારી રમી હતી.

પ્રથમ દિવસની રમત
નાગપૂરમાં રમાઇ રહેલી ચોથી આને અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે 30 રનના યોગદાન પર જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જોનાથન ટ્રોટે 7 ચોગ્ગાની મદદે 44 રન ફટકાર્યા અને રવિન્દ્ર જાડેજાની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ તેની પાછળ પાછળ બેલ પણ પીયુષ ચાવલાની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. ટી બ્રેક સુધી ઇંગ્લીશ ટીમ 66.1 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 139 રન બનાવી શક્યું હતું. ત્યારબાદની રમતમાં પીટરસન તુરંત જ જાડેજાની ઓવરમાં ઓજાના હાથે કેચઆઉટ થઇ ગયો હતો. પીટરસને 10 ચોગ્ગાની સાથે શાનદાર 73 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડ 5 વિકેટના નુકસાન પર 97 ઓવર રમી માત્ર 199 રન જ બનાવી શક્યું હતું.

English summary
England v/s India test series, fourt test match's thrid day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X