IPL-6માં 40 હજાર કરોડ રૂપિયાનું ફિક્સિંગ: દિલ્હી પોલીસ
નવી દિલ્હી, 16 મે: દિલ્હી પોલીસે સ્પૉટ ફિક્સિંગમાં ભારતીય ક્રિકેટર શ્રીસંત સહિત રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓ વિશે સનસનીખેજ ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ ગુપ્તાએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગનું આ રેકેટ ઇશારા વડે ચાલતું હતું. આઇપીએલની મેચ દરમિયાન આ ફિક્સિંગ ઇશારાઓના માધ્યથી થઇ રહ્યું હતું. દિલ્હી પોલીસે એ પણ ખુલાસો કર્યો હતો કે આ સ્પૉટ ફિક્સિંગના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે.
દિલ્હી પોલીસના સનસનીખેજ ખુલાસા મુજબ સ્પૉટ ફિક્સિંગ માટે કોડ બનાવવામાં આવ્યાં હતા. લોકેટ ફેરવવું, ઘડિયાળ બતાવવું, ફિલ્ડિંગ બદલવી, ટી-શર્ટ ઉંચી કરવી અને રૂમાલ લગાવવો આ બધી ગતિવિધિઓ આ કોડનો ભાગ હતો જેના માધ્યમથી ફિક્સિંગ કરવામાં આવતું હતું. આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે એક મેચના જે ઓવરમાં સ્પૉટ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું તેમાં 13 રન આપવામાં આવ્યાં હતા.

પોલીસના જણાવ્યા અનુસાર 5 મેના રોજ યોજાયેલી મેચમાં સ્પોટ ફિક્સિંગ થયું હતું. મેચમાં અજીત ચંદેલીયાએ ફિક્સિંગ માટે 20 લાખ રૂપિયા મળવાના હતા. જોકે, અજીત સ્પોટ ફિક્સિંગનો નિર્દેશ આપતા ભૂલી ગયો હતો. જેથી તેને પૈસા પાછા આપી દેવા પડ્યાં હતાં. ચંદેલિયાને એક ઓવરના 40 લાખ રૂપિયા મળવાના હતાં.
જોકે, એ બાદ ચંદેલીયાએ અન્ય ખેલાડીઓને ફિક્સિંગ માટે તૈયાર કર્યાં હતાં. આ ઉપરાંત જે બોલર્સ સ્પોટ ફિક્સિંગ કરતાં હતાં તેઓ પણ મેદાનમાં ઈશારાના ભાષા સમજીને કામ કરતાં હતાં. આ માટે તેમણે ખાસ પ્રકારનો કોડવર્ડની ભાષા વિકસાવી હતી.
પોલીસના અનુસાર બુકી ખેલાડીઓને નિર્દેશ આપતાં હતા અને ઓવરમાં રન આપવા માટે ફિક્સિંગ થતું હતું. 5, 9, અને 15 મેના રોજ મેચ ફિક્સિંગ થયું હતું. 15 મેના રોજ મેચ મોહાલીમાં રમવામાં આવી હતી.
સૌથી આશ્વર્યજનક વાત એ હતી કે આઇપીએલ-6માં 40 હજાર કરોડ રૂપિયાની મેચ ફિક્સિંગ કરવામાં આવી હતી. આ સાથે જ એક ઓવરની સ્પૉટ ફિક્સિંગ માટે 60 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા. એક ઓવરમાં 14 રન આપવા માટે અંકિતને 60 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા. બુધવારે વાનખેડેમાં રમવામાં આવેલ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચમાં ફિક્સિંગ થયું હતું.












Click it and Unblock the Notifications
