For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારત થાક નહીં, ખરાબ રમતના કારણે હાર્યું'

|
Google Oneindia Gujarati News

gautamgambhir
નવી દિલ્હી, 4 જૂલાઇઃ ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનું એવું માનવાથી ઇન્કાર કરી દીધો છે કે, ભારતીય ટીમે વધુ પડતી ક્રિકેટ રમી હોવાના કારણે વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલી ટ્રાઇ સિરિઝમાં સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ગંભીરએ કહ્યું કે, એવું જરા પણ નથી, જો તમે થાકની વાત કરી રહ્યા હોવ તો અન્ય ટીમો સાથે પણ તેવું થવું જોઇએ. તે પણ તેનાથી પ્રભાવિત હોવી જોઇએ. શ્રીલંકા પણ ભારત સમકક્ષ ક્રિકેટ રમે છે, જો અન્ય ટીમો સારું રમી રહી છે તો આપણે તેનો સ્વિકાર કરવો જોઇએ અને તેમના પ્રયાસોને માન્યતા આપવી જોઇએ.

ભારતે ટ્રાઇ સિરિઝમાં પોતાની બીજી મેચમાં શ્રીલંકા સામે 161 રનથી હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા ભારત સામે 348 રન બનાવ્યા અને પછી ભારતે 44.5 ઓવરમાં 187 જ બનાવી શક્યું. ભારતની આ સતત બીજી હાર છે, આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ સામે પણ ભારતનો પરાજય થયો હતો. જો કે ગંભીરે હારને મહત્વ નહીં આપીને કહ્યું કે આ રમતનો એક ભાગ હોય છે.

ગંભીરે કહ્યું કે, પ્રત્યેક ખેલમાં આવું થાય છે. સારા અને ખરાબ ચરણ આવે છે અને આી વસ્તુઓ થાય છે. ક્રિકેટ પણ તેનો હિસ્સો છે. દિલ્હીના આ આક્રમક બેટ્સમેન વિરાટ કોહલીની બેટિંગ અંગે કઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો.

English summary
Fatigue not reason behind India's back-to-back losses, says Gautam Gambhir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X