FIFA વર્લ્ડ કપ 2014: લાઇવ સ્ટ્રીમિંગ આપતી ટોપ 5 એપ્પ્સ
ભારતમાં ભલે ક્રિકેટના દીવાના વધારે છે, પરંતુ દુનિયામાં સૌથી લોકપ્રિય રમત તો ફૂટબોલ જ છે. આ કારણે વર્તમાન સમયમાં દુનિયાભરમાં ફુટબોલ ફીવર છવાયેલો છે. જેની ખાસ્સી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં FIFA વર્લ્ડ કપ 2014નો ખુમાર જોર શોરથી છવાયેલો છે.
આપને ભારતના કેટલાક રાજ્યોમાં એવા ફૂટબોલ પ્રેમી મળી જશે જેમણે પોતાનું સમગ્ર જીવન ફૂટબોલને સમર્પિત કરી દીધું છે. આપ જાણો છો તેમ FIFA વર્લ્ડ કપ 2014ની શરૂઆત ધમાકેદાર રહી અને અપેક્ષા મુજબ બ્રાઝિલે ક્રોએશિયાને 3-1થી હરાવી દીધું છે.
આપમાંથી કેટલાક ફૂટબોલ પ્રેમી એવા હશે જો ઓફિસ કે ટ્રાવેલિંગના કારણે મેચ જોઇ શક્યા નહીં હોય. પણ જો આપની પાસે સ્માર્ટ ફોન કે ટેબલેટ હશે તો આપ FIFA વર્લ્ડ કપ 2014ની આવનારી મેચોનું લાઇ અપડેટ ઓન ધ ગો જોઇ શકશો અને તેને શેર પણ કરી શકશો. આ માટે આપે પોતાના ડિવાઇસમાં કેટલીક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી પડશે. અહીં અમે આપને FIFA વર્લ્ડ કપ 2014ને લગતી એવી ટોપ 5 એપ્લિકેશન આપી રહ્યા છીએ જે આપ એન્ડ્રોઇડ, વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં ડાઉનલોડ કરી શકશો.

365 સ્કોર્સ
જો આપ ફૂટબોલ સંબંધિત કોઇ પણ સમાચાર આપના મોબાઇલમાં જોવા ઇચ્છો છો તો એપ્લિકેશન 365 સ્કોર્સ ડાઉનલોડ કરી શકશો. તેમાં ફૂટબોલ સંબંધિત સમાચાર વાંચીને શેર પણ કરી શકાય છે.

બ્રાઝિલ 2014 કાઉન્ટડાઉન
જો આપ હિન્દી ઉપરાંત અન્ય વિદેશી ભાષા જાણો છો તો બ્રાઝિલ 2014 કાઉન્ટડાઉન એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટીમ, તેના ખેલાડીઓ અને અન્ય માહિતી મેળની શકો છો. ફેસબુક પર તેના સ્ક્રીન શોટ પણ શેર કરી શકાશે.

ફિફા ઓફિશિયલ એપ
આ ફિફા ઓફિશિયલ એપ્લિકેશન છે. જેમાં પાંચ ભાષાઓ આપવામાં આવી છે. તેને ગૂગલ પ્લે ઉપરાંત ફિફાની સાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશનમાં વીડિયો ઉપરાંત વિવિધ ટીમના પ્લેયર્સના ફોટો પણ આપ્યા છે. જેને ડાઉનલોડ કરી શકાય છે.

જલવેસો વર્લ્ડકપ બ્રાઝિલ 2014
આ એપ્લિકેશનમાં કાઉન્ટડાઉનની સાથે આગળ થનારા તમામ ફૂટબોલ મેચીસની માહિતી આપવામાં આવી છે. સાથે જ આ એપ્લિકેશનની મદદધી આપ રિયલ ટાઇમ અપડેટ, ફુટબોલના વિડીયો જોઇ શકશો.

વન ફુટબોલ બ્રાઝિલ
આ એપ્લિકેશનની સાથે લાઇવ મેચ અને સ્કોરની મજા માણી શકાય છે. આ એપ્લિકેશનના અન્ય યુઝર્સ સાથે તેમે ચેટ પણ કરી શકો છો. મેચના ડેટા પણ શેર કરી શકો છો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
