For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફિક્સિંગના આરોપ ટીમ ઇન્ડિયાનું અપમાન'

|
Google Oneindia Gujarati News

bcci-logo
નવીદિલ્હી, 12 નવેમ્બરઃ એક અંગ્રેજી પત્રકાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ 2011માં સેમીફાઇનલ મેચને ફિક્સ ગણાવી છે, જેના જવાબમાં બીસીસીઆઇએ કહ્યું છે કે આ સમાચારો પાયાવિહોણા છે. આવા આરોપોએ ભારતીય ક્રિકેટ ટીમનું અપમાન છે, જેણે વિશ્વકપ જીતવા માટે આકરી મહેનત કરી હતી. બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસને કહ્યું કે હું સામાન્ય રીતે આ પ્રકારની વાતોને પ્રતિક્રિયા આપવા લાયક પણ નથી સમજતો, આ બધી વાતોમાં કોઇ સાતત્ય નથી.

એક બ્રિટિશ ખેલ પત્રકાર જેનું પુસ્તક હજુ લોન્ચ થયું નથી, તેમણે કહ્યું કે, મને આ મેચ પહેલા એક સટ્ટાબાજના સંદેશ મળ્યા હતા. જેમાં તેણે સેમીફાઇનલ મેચ સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી.

આઇસીસીએ પહેલા જ આ પ્રકારના આરોપોને ધડમૂળથી ખારીજ કર્યા છે. આઇસીસીના કાર્યકારી અધિકારી હારુન લોગાર્ટે કહ્યું છે કે અમારી પાસે તેની સાથે જોડાયેલા કોઇપણ સાક્ષ્ય નથી અને ત્યારબાદ તપાસની પણ જરૂર નહી. આ દુઃખદ છે કે આ માત્ર એક શંકા પેદા કરવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વકપ 2011 સૌથી સફળ વિશ્વકપ આયોજનોમાનું એક રહ્યું છે.

બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ એઝાઝ બટે કહ્યુ કે હું તેના પર પીસીબીનો પક્ષ જોવા માંગુ છુ. હું આ વિષય પર અત્યારે કંઇ નહીં કહીં શકુ. વર્તમાન પીસીબી અધ્યક્ષે આ અંગે સંબંધમાં આઇસીસી સાથે વાત કરવી જોઇએ.

એવા પણ કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ટી20 અને વનડે મેચોની શ્રેણીની લોકપ્રિયતાને પ્રભાવિત કરવા માટે આ પ્રકારના સમાચારો જાણી જોઇને ફેલાવવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે અહીં પાંચ વર્ષ બાદ થનારી દ્વિપક્ષિય શ્રેણી છે. જેની ખેલ પ્રેમીઓને અતુરતા રાહ છે. બન્ને દેશોના પુર્વ ખેલાડીઓ પણ આ શ્રેણીનું સમર્થન કર્યું છે.

English summary
The BCCI rubbished the fresh claims that the 2011 India Pakistan World Cup semifinal could have been fixed, saying such a suggestion was an insult to the Indian team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X