For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જાડેજા નહીં પૂજારાને આપવો જોઇતો હતો મેન ઓફ ધ મેચ'

|
Google Oneindia Gujarati News

sourav-ganguly
કોલકતા, 25 માર્ચઃ પૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે રમાયેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના સ્થાને ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ આપવાની જરૂર હતી. તેણે જે સ્થિતિમાં બેટિંગ કર્યું તે મહત્વપૂર્ણ હતું. તેમજ ગાંગુલીએ સચિનની નિવૃત્તિ અંગે પણ કહ્યું કે, સચિન તેંડુલકરે ત્યાં સુધી રમતા રહેવું જોઇએ જ્યાં સુધી તે રમવા ઇચ્છે છે.

ગાંગુલીએ કહ્યું કે, સચિનની નિવૃત્તિ અંગે માત્ર સમય જ બતાવી શકે છે. તે જ્યાં સુધી રમવા ઇચ્છે છે ત્યાં સુધી રમે, પછી દક્ષિણ આફ્રિકા સામે હોય કે ન્યૂઝીલેન્ડ સામે.

સચિનના ફોર્મ અંગે પૂછવામાં આવતા ગાંગુલીએ કહ્યું છે કે જીત હંમેશા જ ટીમના પ્રયત્ન પર ટકેલી છે. આપણે ચેન્નાઇમાં પહેલી ટેસ્ટમાં તેણે આપેલા યોગદાનને ભૂલવુ જોઇએ નહીં, તેના 81 રને ટીમને ત્યારે બચાવી હતી જ્યારે ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી.

કોટલામાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અંગે ગાંગુલીએ કહ્યું છે કે ચેતેશ્વર પૂજારાને મેન એમ ધ મેચ મળવો જોઇતો હતો જે રવિન્દ્ર જાડેજાને 58 રનમાં પાંચ વિકેટ લેવા બદલ મળ્યો છે.

તેમણે એક ક્ષેત્રીય ટીવી ચેનલને કહ્યું કે તેણે મુશ્કેલ સ્પિન પીચ પર 14, 52 અને અણનમ 82 રન બનાવ્યા છે, મારા માટે મેન ઓફ ધ મેચ પૂજારા છે. નોંધનીય છે કે, દિલ્હીના કોટલા ખાતે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે જીતીને શ્રેણી 4-0થી પોતાના નામે કરી લીધી છે.

English summary
Chetashwar Pujara has made 134 runs 52 and 82 not out, on a difficult spinning track. For me, the man of the match is Pujara, says sourav ganguly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X