આખરે આસિફે કબૂલ્યું કે તે ફિક્સિંગમાં સામેલ હતો!

આસિફે બુધવારે પત્રકારોને જણાવ્યું કે હું ફિક્સિંગમાં મારી સામેલગીરીને બદલે માફી માગું છું. જેના કારણે હું અને મારો દેશ બંને શરમજનક સ્થિતિમાં મૂકાયા. હું પાકિસ્તાન અને દુનિયાભરમાં મારા પ્રશંસકો પાસે પણ આ અંગે માફી માગુ છું.
30 વર્ષીય મોહંમદ આસિફ એ ત્રણ ખેલાડીઓમાં સામેલ છે, જેને વર્ષ 2010માં ઇંગ્લેન્ડની સામે લોર્ડ્સ ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગમાં દોષી સાબિત થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્પોટ ફિક્સિંગના આરોપી પૂર્વ કપ્તાન સલમાન બટને 10 વર્ષની, જ્યારે મોહમ્મર આમિરને પાંચ અને આસિફને સાત વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો.
પૂર્વ ઝડપી બોલરે જણાવ્યું કે તેમણે 2011માં આઇસીસી ટ્રબ્યૂનલની સજાનો પણ સ્વીકાર કર્યો. ત્રણે આરોપી ખેલાડીઓ અને તેમના એજન્ટ મજહર મઝિદને ઇંગ્લિશ કોર્ટે જેલની સજા પણ સંભળાવી હતી. ત્યારબાદ તેમને ગયા વર્ષે જ મુક્ત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
