F1 રેસમાં જામશે હસતીઓનો મેળો, સચિન રહેશે ગેરહાજર

મોટરસ્પોર્ટસના શોખીન સચિન ગઇ વખતે પ્રથમ ઇન્ડિયન ગ્રાં પ્રીમાં પોતાની પત્ની સાથે આવ્યા હતા. આ વખતે તેઓ મુંબઇ માટે સત્રની પ્રથમ રણજી મેચ રમશે, જે 2થી 5 નવેમ્બર સુધી વાનખેડે સ્ટેડિયમ પર રેલવેની સામે રમાશે. સચિન ત્રણ વર્ષ બાદ રણજી મેચ રમવા જઇ રહ્યા છે.
સચિનનો મોટરસ્પોર્ટસ સાથેનો પ્રેમ કોઇનાથી છૂપો નથી. સાત વખત ચેમ્પિયન ફરારીના પૂર્વ ડ્રાઇવર માઇકલ શૂમાકરે ફરારી કાર ભેંટ આપી હતી.
ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા તેના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે રેસ દેખવા આવશે. જોકે ગૌતમ ગંભીર પણ રેસ જોવા આવે તેવી સંભાવના છે. શ્રીલંકાઇ ક્રિકેટર કુમાર સંગાકારા પણ રેસ જોવા આવી શકે છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, હરભજનસિંહ, વિરાટ કોહલી, સુરેશ રૈના, અને વીરેન્દ્ર સહેવાગના આવાની પણ સંભાવના છે.
આ ઉપરાંત લંડન ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતના છ ખેલાડીઓ શૂટર ગગન નારંગ, વિજય કુમાર, બોક્સર એમ સી મેરીકોમ, પહેલવાન સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત, બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને પણ રેસ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ફિલ્મ એક્ટર અજય દેવગણ અને એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેમની આવનાર ફિલ્મ 'સન ઓફ સરદાર'ના પ્રમોશન માટે આવશે. ઉપરાંત શાહરૂખ ખાન, ઋત્વિક રોશન, સુજેન રોશન, અને ચંકી પાંડે જેવા કલાકારો હાજરી આપે તેવા સમાચારો છે.












Click it and Unblock the Notifications
