For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝિમ્બાવ્વે વિરુદ્ધ વનડે કારકિર્દીનો પૂજારાએ કર્યો આગાઝ

|
Google Oneindia Gujarati News

cheteshwar-pujara
બુલાવાયો, 1 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ ટીમે ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર ગુરુવારે ઝિમ્બાવ્વે સામે ચાલી રહેલી પાચ મેચોની શ્રેણીના ચોથી મેચમાં ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં આગળ છે અને જે રીતે ભારત તરફથી બોલિંગ કરવામાં આવી છે અને ઝિમ્બાવ્વેના ખેલાડી પેવેલિયન ભેગા થયા છે તેનાથી એવું લાગી રહ્યું છેકે ચોથી મેચ પણ ભારત જીતી જશે.

જો કે અહીં વાત ટીમ ઇન્ડિયામાં ડેબ્યુટ કરનારા ત્રણ ખેલાડીઓની કરવામાં આવી રહી છે, જેમાંથી બે ખેલાડી ચેતેશ્વર પૂજારા અને મોહિત શર્માને પોતાની વનડે કારકિર્દીનો આગાઝ કરવાની તક મળી ગઇ છે, જ્યારે ઇતિહાસ રચવા જઇ રહેલા શ્રીનગરમાં ખેલાડી રસૂલના ભાગે પ્રતિક્ષા આવી છે, તેને ઇતિહાસ રચવા માટે હજુ રાહ જોવી પડશે. બીજી તરફ એક અનોખો સંયોગ પણ જોવા મળી રહ્યો છે. આજે જ્યારે ફિલ્ડિંગ ભરવા માટે ભારતીય ટીમ મેદાન પર ઉતરી ત્યારે મેદાન પર એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ કાઠિયાવાડી ક્રિકેટર મેદાન પર ઉતર્યા હતા. જેમાં ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ અને રવિન્દ્ર જાડેજા છે.

આ મેચમાં ભારત તરફથી કરવામાં આવેલા ફેરબદલની વાત કરવામા આવે તો શિખર ધવન અને વિનય કુમારને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાકું કરાવી ચૂકેલા ચેતેશ્વર પૂજારા અને ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પોતાનો ઝલવો દેખાડી ચૂકેલા બોલર મોહિત શર્માએ પોતાની કારકિર્દીનો આગાઝ કર્યો છે. બીજી તરફ એક જીતની રાહ જોઇ રહેલી ઝિમ્બાવ્વેની ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યા નથી.

બન્ને દેશોની ટીમ પર એક નજર

ટીમ ઇન્ડિયાઃ ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, જયદેવ ઉનડકટ, મોહિત શર્મા, અમિત મિશ્રા, મોહમ્મદ સામી, રવિન્દ્ર જાડેજા.

ઝિમ્બાવ્વેઃ હેમિલ્ટન માસાકાદ્જા, વિશુ સિંબાદા, સિકંદર રાજા, બ્રેડન ટેલર, સીન વિલિયમ્સ, મેલ્કમ વૉલર, એલ્ટન ચિગુમ્બુરા, બ્રાયન વિટોરી, પ્રાસ્પર ઉત્સેયા, માઇકલ ચિનોઉયા, તેંદાઇ ચેતારા.

English summary
Cheteshwar Pujara and Mohit Sharma were handed their One Day International debuts today against Zimbabwe here on Thursday. India won the toss and sent Zimbabwe to bat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X