ઈશાન કિશનથી લઈને પંત સુધી, જાણો ક્યો ક્રિકેટર કઈ સુંદરીને ડેટ કરી રહ્યો છે?
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો જેટલો પોતાની રમતને લઈને ચર્ચામાં રહે છે તેટલો જ તેઓ પોતાની અંગત જિંદગીને લઈને હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના કેટલાક યુવા ખેલાડીઓની ખૂબ જ સુંદર ગર્લફ્રેન્ડ પણ છે.
ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો જેટલો પોતાની રમતને લઈને ચર્ચામાં રહે છે તેટલો જ તેઓ પોતાની અંગત જિંદગીને લઈને હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના કેટલાક યુવા ખેલાડીઓની ખૂબ જ સુંદર ગર્લફ્રેન્ડ પણ છે, જે તેમની સુંદરતાને લઈને ઘણી ફેમસ છે. આ અહેવાલમાં અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે.

રિષભ પંત - ઈશા નેગી
ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું નામ ઘણીવાર અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે જોડાય છે. પરંતુ પંત હાલમાં ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે. આ કપલ વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યું છે.

રાહુલ ચહર - ઈશાની
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર રાહુલ ચહરની પત્ની ઈશાની પણ ખૂબ જ સુંદર છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને 2019માં તેઓએ એકબીજા સાથે સગાઈ કરી લીધી હતી. તાજેતરમાં જ આ કપલે લગ્ન પણ કર્યા છે.

ઈશાન કિશન - અદિતિ હુંડિયા
ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મૉડલ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા ખૂબ જ સુંદર અને હોટ છે. અદિતિ હુંડિયા વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે અને તેણે 2018માં મિસ સુપ્રાનેશનલ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો છે.

ઋતુરાજ ગાયકવાડ - સાયલી સંજીવ
ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને મરાઠી અભિનેત્રી સાયલી સંજીવના પ્રેમપ્રકરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝમાંથી આવી હરકતો આવવા લાગી છે, પરંતુ મીડિયામાં આ સમાચાર વાયરલ થયા બાદ ઋતુરાજે સયાલીની નિકટતાની વાતને નકારી કાઢી હતી.

પૃથ્વી શૉ - પ્રાચી સિંહ
યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉના અભિનેત્રી પ્રાચી સિંહ સાથેના પ્રેમ સંબંધના સમાચાર ખૂબ ફેલાયા છે. જો કે હવે આ બંનેના બ્રેકઅપની વાતો પણ સાંભળવા મળી રહી છે. IPLની 2020 સીઝન પહેલા અને તે દરમિયાન શો અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓ હતી. બંનેએ એકબીજાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. જ્યારે પ્રાચીએ પોતાની સ્ટોરીમાં શૉની તસવીરો પણ શેર કરી છે.












Click it and Unblock the Notifications
