'ટેસ્ટમાં પણ હોવી જોઇએ ચીયર્સ લીડર્સ !'

કપિલ દેવે એક સમિટમાં જણાવ્યું કે જો ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે મેદાનમાં ગીતકારો કે ચીયર્સ લીડર લાવવી પડે તો લાવવી જોઇએ. ટેસ્ટ ક્રિકેટ જ આ રમતની આત્મા છે માટે તેના માટે ક્રિકેટ બોર્ડે જરૂરી પગલા ભરવા જોઇએ.
તેમણે જણાવ્યું કે ટી-20 ક્રિકેટ ફોર્મેટ માટે તમામ સંભવ પ્રયાસ કરવામાં આવે છે તો પછી ટેસ્ટ માટે કેમ નહી. જો માત્ર ટી-20નો પ્રચાર કરવામાં આવશે અને તેને જ ટીવી પર વધારે દેખાડવામાં આવશે તો ટેસ્ટ પ્રત્યે લોકોની રૂચી ઓછી થઇ જશે.
જોકે કપિલ દેવે ટેસ્ટ મેચને ડે-નાઇટ કરવાની વાત પર પોતાની અસહમતી દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે હું જુનવાણી વિચારધારાનો માણસ છું અને ટેસ્ટ ક્રિકેટ સફેદ કપડા પહેરીને રમાવી જોઇએ.












Click it and Unblock the Notifications
