હરભજનને ટીમમાં પરત લેવાનો નિર્ણય યોગ્યઃ ગાંગુલી
કોલકતા, 12 ફેબ્રુઆરીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, પસંદગીકર્તાઓએ હરભજન સિંહને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમમાં સામેલ કર્યો એ એક સાચો નિર્ણય છે, પરંતુ હવે એ સુકાની ધોની પર આધાર રાખે છે કે તે હરભજન સિંહને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરે છે કે નહીં.

ગાંગુલીએ એ પણ કહ્યું કે, આ એક એવો સમય છે જ્યારે બન્ને ટીમો ફેરબદલના દોરમાંથી પ્રસાર થઇ રહી છે, પરંતુ આવનારી શ્રેણીમાં ઘરેલુ સ્થિતિના કારણે ભારતને ફાયદો થવાની શક્યતાઓ છે, જો કે, તે એ વાત પર નિર્ભર કરે છે કે ટીમ ઇન્ડિયા ઘરેલુ વિકેટનો લાભ કેવી રીતે ઉઠાવે છે. બન્ને ટીમો પર શ્રેણીમાં દબાણ હશે જે દર વખતે હોય છે.
પોતાના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની વિશ્વ વિજેતા ટીમને 2-1થી હરાવનાર ગાંગુલીએ કહ્યું કે આ શ્રેણી ભારત માટે ઘણી જ મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણી બાદ ભારતે ઘણા દેશો સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને જો ભારત આ શ્રેણીમાં જીત હાંસલ કરે છે તો યુવા ખેલાડીઓનો આત્મ વિશ્વાસ વધશે. જે સારી વાત સાબિત થશે.












Click it and Unblock the Notifications
