ફીફા વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર ઘટી આ ઘટના

ફીફા વિશ્વકપના ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છેકે, બ્રાઝીલ ખાતે રમાઇ રહેલા વિશ્વકપ 2014ની તમામ 8 ગ્રુપ વિનર્સ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. 1 જુલાઇએ રમાયેલી અંતિમ 16ની મેચના પરિણામ બાદ આ ઇતિહાસ નોંધાયો છે. આ તમામ 8 ટીમો પ્રથમ રાઉન્ડમાં પોતાના ગ્રુમમાં ટોચની પોઝિશન પર હતી જેમણે અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું છે.

બ્રાઝીલ(ગ્રુપ એ), નેધરલેન્ડ્સ( ગ્રુપ બી), કોલોમ્બિયા(ગ્રુપ સી), કોસ્ટા રિસા(ગ્રુપ ડી), ફ્રાન્સ(ગ્રુપ ઇ), એર્જેન્ટિના(ગ્રુપ એફ), જર્મની(ગ્રુપ જી) અને બેલ્જીયમ (ગ્રુપ એચ) પોતાના ગ્રુપમાં નંબર વન પોઝિશન પર હતી. તેમણે પોતાના ગ્રુપમાં અપરાજીત રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો અને હવે તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. 1986માં આ ફોર્મેટ લાવવામાં આવ્યા બાદ વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના ઘટી છે.

આઠ ટીમોમાં નેધરલેન્ડ્સ, કોલોમ્બિયા, એર્જેન્ટિના અને બેલ્જીયમે તમામ ચારેય મેચોમાં વિજય હાંસલ કર્યો હતો. જ્યારે અન્ય ચાર ટીમો બ્રાઝીલ, ફ્રાન્સ, જર્મની અને કોસ્ટા રિસાએ ગ્રુપ સ્ટેજમાં એક-એક ડ્રો મેચનો સામનો કરવો પડ્યો હતો.

ક્વાર્ટર ફાઇનલમાં કોણ કોની સામે ટકરાશે
બ્રાઝીલ Vs કોલોમ્બિયા
ફ્રાન્સ Vs જર્મની
અર્જેન્ટિના Vs બેલ્જીયમ
નેધરલેન્ડ્સ Vs કોસ્ટા રિસા
તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ કે આ પહેલા રમાયેલા વિશ્વકપમાં ગ્રુપ ટીમોમાંથી કેટલી ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.

1986

1986

સ્થળઃ- મેક્સિકો
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- છમાંથી ત્રણ ટીમ

1990

1990

સ્થળઃ- ઇટલી
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- છમાંથી 4 ટીમ

1994

1994

સ્થળઃ- યુનાઇટેડ સ્ટેટ્સ
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- છમાંથી 4 ટીમ

1998

1998

સ્થળઃ- ફ્રાન્સ
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- આઠમાંથી છ ટીમ

2002

2002

સ્થળઃ- દક્ષિણ કોરિયા, જાપાન
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- આઠમાંથી ચાર ટીમ

2006

2006

સ્થળઃ- જર્મની
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- આઠમાંથી છ ટીમ

2010

2010

સ્થળઃ- દક્ષિણ આફ્રિકા
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- આઠમાંથી સાત ટીમ

2014

2014

સ્થળઃ- બ્રાઝીલ
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ગ્રુપ ટીમોઃ- આઠમાંથી આઠ ટીમ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X