For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ સામે ચમકશે ટીમ ઇન્ડિયામાં ગુજરાતનો આ સિતારો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 29 મેઃ બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ બાંગ્લાદેશના પ્રવાસ માટે જનારી ટીમમાં વિરાટ કોહલી અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે અને ટીમનું સુકાન સુરેશ રૈનાના હાથમાં સોપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી ટીમમાં ધોની અને કોહલી બન્ને રમશે. બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં રોબીન ઉથપ્પાને તક આપવામાં આવી છે, તો ગુજરાતના ઉભરતા સિતારા અક્ષર પટેલને બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેની પસંદગી કરવામાં આવી નથી.

મુળ નડિયાદનો નિવાસી અક્ષર પટેલ લેફ્ટ આર્મ બોલર અને બેટ્સમેન છે. તેણે જે પ્રકારનું પ્રદર્શન ચાલું આઇપીએલમાં કર્યું છે, તેને જોતા તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવે તે સ્વાભાવિક છે. અક્ષર પટેલે પોતાની ઉમદા બોલિંગ અને બેટિંગનું પ્રદર્શન કરી ટીમ પસંદગીકારોનું દિલ જીતી લીધું હતું. ગઇ કાલે રમાયેલી ક્વોલિફાયર મેચમાં પણ અક્ષર પટેલે ઉમદા પ્રદર્શન કરતા 11 રનમાં બે વિકેટ મેળવી હતી. અન્ય ખેલાડીઓની વાત કરીએ તો રોબિન ઉથપ્પાને પણ આઇપીએલના પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ગૌતમ ગંભીર પૂનરાગ્મન કરવામાં સફળ નિવડ્યો છે.

બાંગ્લાદેશ માટેની ટીમ
સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, અંજિક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, અંબાતી રાયડૂ, મનોજ તિવારી, કેદાર જાધવ, રિદ્ધિમાન સાહા, પરવેજ રસૂલ, અક્ષર પટેલ, વિનય કુમાર, ઉમેશ યાદવ, સ્ટુઅર્ટ બિન્ની, મોહિત શર્મા, અમિત મિશ્રા.

ઇંગ્લેન્ડ સામેની ટીમ
મહેન્દ્ર સિંહ ધોની, મુરલી વિજય, શિખર ધવન, ગૌતમ ગંભીર, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ભુનવેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશ્વર પાંડે, ઇશાંત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, વરઉણ એરોન, રિદ્ધિમાન સાહા, પંકજ સિંહ. તો ચાલો અક્ષર પટેલનો શા માટે સમાવેશ કરવામાં આવ્યો તેના પર તસવીરો થકી નજર ફેરવીએ.

આઇપીએલમાં પ્રદર્શન

આઇપીએલમાં પ્રદર્શન

આઇપીએલના પ્રદર્શન અંગે વાત કરીએ તો અક્ષર પટેલે આઇપીએલમાં અત્યારસુધીમાં કુલ 15 મેચો રમી છે, જેમાં તેણે 62 રન અને 18 વિકેટ મેળવી છે.

કિંગ્સ ઇલેવનમાં ચમક્યો સિતારો

કિંગ્સ ઇલેવનમાં ચમક્યો સિતારો

કિંગ્સ ઇલેવન પંજાબમાં તેનો સિતારો ચમક્યો છે. કિંગ્સ ઇલેવન તરફથી તેણે 10 જેટલી મેચો રમી છે, જેમાં તેણે 53 રન બનાવ્યા છે અને 18 વિકેટ લીધી છે.

2013માં મુંબઇ ઇન્ડિયન્સે તેને ખરીદ્યો હતો

2013માં મુંબઇ ઇન્ડિયન્સે તેને ખરીદ્યો હતો

2013માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે નડિયાદના અક્ષર પટેલને ખરીદ્યો હતો. ત્યારબાદ 2014માં પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે તેને ખરીદી લીધો હતો. જેમાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તેનો સમાવેશ ટીમ ઇન્ડિયામાં કરવામાં આવ્યો છે.

ઓવરઓલ પ્રદર્શન

ઓવરઓલ પ્રદર્શન

બેટિંગ અંગે વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસમાં 8 મેચોમાં તેણે 401 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી છે. લીસ્ટ એમાં તેમે 20 ઇનિંગમાં 415 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી છે અને ટી20માં 28 મેચોમાં તેણે 182 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો ફર્સ્ટ ક્લાસમાં 8 મેચોમાં 29, લીસ્ટ એમાં 20 મેચોમાં 24 અને ટી20માં 28 મેચોમાં 27 વિકેટ મેળવી છે.

English summary
bcci declared team india for bangladesh and gujarat's rising star akshar patel took place in the team. raina will lead this team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X