For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે કાંગારુને ચટાડી ધૂળ, શ્રેણીમાં મેળવી 2-0ની અજેય બઢત

|
Google Oneindia Gujarati News

ravindra jadeja
હૈદરાબાદ, 5 માર્ચ: ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદના ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ચાર ટેસ્ટ મેચની બીજી ટેસ્ટમેચના ચોથા દિવસે લંચ પહેલા જ બીજા દાવમાં ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને 131 રન પર પેવેલિયનભેગી કરી દીધી. આની સાથે જ ભારતીય ટીમે ચાર ટેસ્ટમેચોની શ્રેણીમાં 2-0થી અજેય બઢત બનાવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 135 રનોથી બીજી ટેસ્ટમેચ જીતી દીધી.

આ પહેલા બીજી ટેસ્ટના ચોથા દિવસની શરૂઆતમાં જ કાંગારુ ટીમને ત્રીજો ઝટકો લાગ્યો. વોટસન માત્ર 9 રન બનાવીને ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થઇ ગયો. ત્યારબાદ માઇકલ ક્લાર્ક પણ માત્ર 16 રન બનાવી રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ક્લિન બોલ્ડ થઇ ગયો. ત્યારબાદ કોવન પણ 44 રન પર જાડેજાની ઓવરમાં જ સહેવાગના હાથે કેચ આઉટ થઇ ગયો. ત્યારબાદ હેનરીક્સ જાડેજાની ઓવરમાં શૂન્ય પર રનઆઉટ થઇ ગયો. ત્યારબાદ મેક્સવેલ 8, સિડલ 4, એમએસ વેડ 10 તેમજ છેલ્લી વિકેટના રૂપે પેટિન્શન શૂન્ય રન પર આઉટ થયો હતો.

બીજી ટેસ્ટના ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં ભારત તરફથી અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો તરખરાટ રહ્યો હતો. અશ્વિને 28 ઓવરમાં 63 રન આપી શાનદાર 5 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર 3 વિકેટ ઝડપી હતી. તેમજ ઇશાંત શર્માના ખાતામાં એક વિકેટ આવી હતી.

ત્રીજો દિવસ:
આ પહેલા હૈદરાબાદના ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં જારી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 503 રન બનાવી પેવેલિયનભેગી થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની બીજી પારી રમવા માટે મેદાને ઉતરી હતી. ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 266 રનોની બઢત મેળવી હતી જેને ચેઝ કરવા માટે કાંગારું ટીમ મેદાને ઉતરી ચૂક્યું હતું.

જેમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાને બીજા દાવમાં પણ અશ્વિન ભારે પડ્યો છે અશ્વિને શરૂઆતમાં જ કાંગારુની બે વિકેટ પેવેલિયનભેગી કરી દીધી હતી. અશ્વિને વોર્નરને 26 રને અને ફિલિપ્સ હગ્સને શૂન્ય રને પેવેલિયન ભેગા કરી દીધા.

શ્રેણીની બીજી ટેસ્ટમેચના ત્રીજા દિવસે ભારત તરફથી ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયએ વચ્ચે શાનદાર રેકોર્ડબ્રેક 370 રનોની ભાગીદારી નોંધાવી. આજે મુરલી વિજયે શાનદાર 167 રન બનાવી મેક્સવેલની બોલીંગમાં કેચઆઉટ થઇ ગયો. તેની પાછળ પાછળ ભારતીય રન મશિન કહેવાતા ચેતેશ્વર પુજારાએ પણ શાનદાર 204 રનથી બેવડી સદી નોંધાવી પેટિંશનની ઓવરમાં કેચઆઉટ થઇ ગયો હતો.

બીજો દિવસ:
ચેતેશ્વર પુજારા અને મુરલી વિજયની જોડી ક્રિઝ પરથી પેવેલિયન ભેગી થઇ ગઇ ત્યારબાદ કોઇ ભારતીય બેટ્સમેને પોતાના બેટનો જાદુ બતાવી શક્યો નહી. અને એક પછી એક સસ્તામાં પેવેલિયનભેગા થઇ ગયા. પુજારા બાદ ક્રિઝ પર રમવા આવેલ માસ્ટર બ્લાસ્ટર માત્ર 7 રન પર જ કેચ આઉટ થઇ ગયા. ત્યારબાદ કપ્તાન ધોની 44, રવિન્દ્ર જાડેજા 10, આર અશ્વિન 1, હરભજનસિંહ શૂન્ય, વિરાટ કોહલી 34, ભુવનેશ્વર કુમારે 10 રન બનાવી પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જ્યારે ઇશાંત શર્મા બે રન બનાવી અણનમ રહ્યો હતો.

આ પહેલા શ્રેણીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિવારે વીરેન્દ્ર સહેવાગની વિકેટ લીધા બાદ ઓસ્ટ્રેલિયાઇ બોલર આખો દિવસ વિકેટ ઝટકવા માટે તરસતા રહ્યા હતા. તેમજ ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં જારી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિવારે મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી પોતપોતાની સદી નોંધાવી.

પુજારાની આ ચોથી અને મુરલીની બીજી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદી છે. પુજારા 112 અને મુરલી 109 રન બનાવીને હજી અણનમ છે. જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના 237 રનોને ચેઝ કરી લઇને 7 રનોની બઢત બનાવી લીધી છે, અને હજી ભારતની નવ વિકેટ બાકી છે. પુજારાએ 188 બોલમાં 14 ચોકાની મદદથી પોતાની સદી પૂરી કરી લીધી જ્યારે મુરલી વિજયે 13 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી સદી ફટકારી દીધી તેણે કૂલ 245 બોલોનો સામનો કર્યો.

પ્રથમ દિવસ:
આ પહેલા શનિવારે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 237 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત પોતાનો પ્રથમ દાવ લેવા મેદાને ઉતર્યું હતું. પ્રથમ દિવસના અંતે અણનમ રહેલા બેટસમેન વીરેન્દ્ર સહેવાગે (4) અને શૂન્ય પર મુરલી વિજય રમી રહ્યા હતા. રવિવારે દિવસની શરૂઆત કરતા જ સહેવાગ વધુ બે રન નોંધાવી 6 રન પર આઉટ થઇ ગયો. ભારતીય ટીમની પ્રથમ વિકેટ સહેવાગના રૂપે પડી હતી.

English summary
Hyderabad test: India vs Australia test match day four.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X