For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીરુની ગર્જનાઃ હજી હું નિવૃત નથી થયો, પરત ફરીશ

|
Google Oneindia Gujarati News

virendra-sehwag
નવી દિલ્હી, 7 માર્ચઃ સતત નિષ્ફળ પ્રદર્શન કરીને ટીકાઓનો સામનો કરી રહેલા વિરેન્દ્ર સેહવાગના આજે જાહેર કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ સેહવાગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે, ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તેની કોઇ યોજના નથી અને તેને આશા છે કે તે પુનરાગમન કરશે.

નોંધનીય છે કે, પસંદગીકારો દ્વારા ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટમાંથી તેને બહાર કર્યો છે, આ જ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ તેની વનડે ટીમમાંથી પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી.

અંગ્રેજી સમાચાર ચેનલ એનડીટીવીને સેહવાગે જણાવ્યું છે કે, મારી નિવૃત્તિની કોઇ યોજના નથી. હું પુનરાગમન કરવા માટે પ્રયત્નો કરીશ. આ પહેલાં તેણે તેના ટ્વીટર પેજ પર લખ્યું છે કે, તે પરત ફરશે.

તેણે ટ્વીટર પર લખ્યું છે કે, ટીમમાં મારું સ્થાન મેળવવા માટે કપરી મહેનત કરવાનું ચાલું રાખીશ. મને મારી રમત પર વિશ્વાસ અને ભરોસો છે. હું પરત ફરીશ. હું ટીમને શુભેચ્છા પાઠવું છું.

36 વર્ષીય સેહવાગ રન બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં તેણે ત્રણ ઇનિંગમા માત્ર 27 રન કર્યા છે. અને છેલ્લી 10 ઇનિંગમાં તેનો કુલ સ્કોર માત્ર 163 રન છે.

English summary
Reacting to the news of his omission from the Indian Test team, Virender Sehwag has said he has no plans to retire from the game and feels he can make a comeback.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X