ક્રિકેટ, ટીમ અને મારા માટે મુશ્કેલીભર્યા દિવસો : દ્રવિડ

દ્રવિડે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે 'હું એ ઘટનાઓથી હેરાન, નિરાશ અને હતાશ છું, જેમાં ગઇકાલે અને આજે સવારે આ મામલે ધરપકડ થઇ. રાજસ્થાન રોયલ્સ વિશેષ ટીમ છે, જેમાં અમે પરિવારની જેમ રહીએ છીએ માટે આ ઘણું નિરાશાજનક છે.'
દ્રવિડે જણાવ્યું કે 'ક્રિકેટ પર સ્પોટ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારની કાળો પરછાયો પડેલો છે અને હું જાણું છું કે બીસીસીઆઇ અને રાજસ્થાન રોયલ્સ આ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવશે. રાજસ્થાન રોયલ્સના માલિક અને મેનેજરે દરેક સંભવ અવસર પર શૂન્ય સહિષ્ણૂતાના વિચાર સ્પષ્ટ કરી દીધા છે.'
તેમણે કહ્યું કે 'હું ટીમનો કપ્તાન હું અને નેતૃત્વકર્તા હોવાના નાતે હું સુનિશ્ચિત કરીશ કે ટીમ પોતાની ક્ષમતાના આધારે રાજસ્થાન રોયલ્સ તરીકે રમવાનું જારી રાખે.' રાજસ્થાન રોયલ્સના કોચ પૈડી અપટન પણ દ્રવિડ સાથે સહમત હતા. તેમણે જણાવ્યું કે ટીમ મેનેજર આ તપાસ સાથે જોડાયેલ અધિકારીયોની પૂરેપૂરી મદદ કરશે.












Click it and Unblock the Notifications
