For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની ધમાલ ને જાડેજાની કમાલથી જીત્યું ભારત

|
Google Oneindia Gujarati News

પોર્ટ ઓફ સ્પેન, 12 જુલાઇઃ ટ્રાઇ સિરિઝની રોમાંચક ફાઇનલ મેચમાં બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ અંતિમ ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીની જોરદાર બેટિંગની મદદથી ભારતે શ્રીલંકાને એક વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.

અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 15 રનની જરૂર હતી અને માત્ર એક વિકેટ બાકી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા ભારતને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીઁએ સુકાની ઇનિંગ રમીને પોતાની ટીમને બે બોલ પહેલા જ જીત અપાવી હતી.

ધોનીએ મેચની અંતિમ ઓવરમાં બેલિંગ કરવા આવેલા શ્રીલંકાના એરંગાની પહેલી બોલમાં કોઇ રન બનાવ્યો નહોતો ત્યાર પછીની ત્રણ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 16 રન બનાવી લીદા અને મેચની સાથોસાથ ટ્રોફી પણ ભારતના નામે લખી દીધી.

મેન ઓફ ધ મેચ ધોનીએ 52 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રનની અણનમ ઇનિંગ રમી. સાથે જ ધોનીએ ઇશાંત શર્મા સાથે અંતિમ વિકેટ માટે 20 રનની ભાગીદારી નોંધાવી હતી. ભુવનેશ્વર કુમારે શ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપતાં તેને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા પોતાની શાનદાર બેટિંગની મદદથી રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાને 27 રન પર બે વિકેટની મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી મેચમાં પુનરાગમન કરાવી દીધું હતું. ભારતીય ઇનિંગ પર નજર ફેરવવામાં આવે તો, રોહિત શર્મા 58, શિખર ધવન 16, વિરાટ કોહલી 2, કાર્તિક 23, સુરેશ રૈના 32, ધોની 45, રવિન્દ્ર જાડેજા 5 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી હેરાથે 4, એરંગાએ 2 અને મલિંગા તથા મેથ્યુઝે એક-એક વિકેટ લીધી હતી.

આ પહેલા ભારતે પોતાના બોલર્સના દમદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાને 48.5 ઓવરમાં 201 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. શ્રીલંકા માટે કુમાર સંગાકારાએ સર્વાધિક 71 રન બનાવ્યા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર, ઇશાંત અને અશ્વિને 2-2 વિકેટ મેળવી હતી. તો ચાલો તસવીરોમાં જોઇએ ભારતનો વિજય.

જીતની ખુશી

જીતની ખુશી

શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને ફરીથી ચેમ્પિયન સાબિત થયેલી ટીમ ઇન્ડિયા. વિજયી સ્ટ્રોક ફટકાર્યા બાદ ઇશાંત શર્મા સાથે જીતની ખુશી વ્યક્ત કરી રહેલો ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની.

વિજય તરફ કૂચ

વિજય તરફ કૂચ

સાથી ખેલાડી સાથે રન દોડી રહેલો ધોની. સમજદારીપુર્વકની બેટિંગ કરીને ધોનીએ ભારતની વિજય કૂચ જાળવી રાખી હતી.

ધોનીની ધમાલ

ધોનીની ધમાલ

શ્રીલંકા સામે ધોનીએ ધમાલ મચાવતા અણનમ 45 રનની ઇનિંગ રમીને ભારતને ફાઇનલ મેચમાં વિજય અપાવ્યો હતો.

માંડ-માંડ બચ્યો ધોની

માંડ-માંડ બચ્યો ધોની

શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં રન લેવા દોડેલા ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને રન આઉટ કરવા માટે પ્રયત્ન કરી રહેલો શ્રીલંકન ખેલાડી એન્જેલો મેથ્યુસ.

સુરેશ રૈના નિરાશ

સુરેશ રૈના નિરાશ

શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં 32 રનના વ્યક્તિગત સ્કોર પર કેચ આઉટ થઇ ગયા બાદ સુરેશ રૈના નિરાશ થઇ ગયો હતો.

રોહિત શર્માની વિકેટ મેળવ્યાની ખુશી

રોહિત શર્માની વિકેટ મેળવ્યાની ખુશી

રોહિત શર્માની વિકેટ મેળવ્યા બાદ સાથી ખેલાડી સાથે વિકેટની ઉજવણી કરી રહેલો શ્રીલંકન બોલર રંગાના હેરાથ.

કાર્તિક આઉટ

કાર્તિક આઉટ

23 રનના વ્યક્તિગત સ્કોર પર શ્રીલંકાના બોલર હેરાથે ભારતીય બેટ્સમેન દિનેશ કાર્તિકને મહિલા જયવર્ધનેના હાથે ઝલાવી દીધા બાદ તેણે સુકાની એન્જેલો મેથ્યુસ સાથે ઉજવણી કરી હતી.

પાવરફૂલ શોટ

પાવરફૂલ શોટ

ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ શ્રીલંકાના બોલર લસિથ મલિંગાની ઓવરમાં પાવરફૂલ શોટ ફટકારી ટીમના સ્કોરબોર્ડમાં ચાર રન ઉમેરી દીધા હતા.

હેરાથ સ્ટમ્પ આઉટ

હેરાથ સ્ટમ્પ આઉટ

ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની દ્વારા શ્રીલંકાના બેટ્સમેન રંગાના હેરાથને સ્ટમ્પ આઉટ કર્યો હતો.

રૈના અને થિરિમાને અથડાયા

રૈના અને થિરિમાને અથડાયા

કુમાર સંગાકારાનો કેચ પકડવાનો પ્રયત્ન કરી રહેલો ભારતીય ખેલાડી સુરેશ રૈના શ્રીલંકના બેટ્સમેન લાહિરુ થિરિમાને સાથે અથડાયો હતો.

જયવર્ધનેની વિકેટ પડ્યાની ખુશી

જયવર્ધનેની વિકેટ પડ્યાની ખુશી

શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન મહિલા જયવર્ધનેની વિકેટ ઝડપ્યા બાદ સુરેશ રૈના સાથે જોવા મળતો બોલર ભુવનેશ્વર કુમાર.

રૈના અને ભુવનેશ્વર કુમાર

રૈના અને ભુવનેશ્વર કુમાર

ઉપુલ થરંગાની વિકેટ પડ્યા બાદ ભુવનેશ્વર કુમાર સાથે ખુશી વ્યક્ત કરી રહેલો સુરેશ રૈના.

થંરગાની વિકેટ મેળવ્યાની ખુશી

થંરગાની વિકેટ મેળવ્યાની ખુશી

શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન ઉપુલ થરંગાને 16 રન પર આઉટ કર્યા બાદ સાથી ખેલાડીઓ સાથે યુવા ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર.

English summary
India 203 for 9 (Rohit 58, Dhoni 45, Herath 4/20) beat Sri Lanka 201 (Sangakkara 71, Thirimanne 46, Jadeja 4/23, Bhuvneshwar 2/24) by one wicket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X