જો તક મળશે તો ટીમ ઇન્ડિયાનો સુકાની બનવા તૈયાર છું: કોહલી

વિરાટ કોહલીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું છે કે, હું પણ સુકાની સંબંધિત કેટલીક વાતો સાંભળી રહ્યો છું, પરંતુ જો મને તક આપવામાં આવશે તો હું સુકાની બનવા માટે તૈયાર છું.
આ ઉપરાંત વિશ્વકપ 2011ની જીત બાદ ટીમના સામાન્ય પ્રદર્શનના કારણે બીસીસીઇએ ક્રિેકેટના ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ સુકાની રાખવાની યોજના બનાવી છે. બોર્ડ અનુસાર, સુરેશ રૈનાને ટી20, વિરાટ કોહલીને વનડે ટીમનો સુકાની બનાવી શકાય છે. જ્યારે ધોનીને ટેસ્ટના સુકાની પદે યથાવત રાખી શકાય છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સતત આઠ ટેસ્ટ મેચમાં હાર, ત્રણ ટી20 વિશ્વકપમાં સતત ખરાબ પ્રદર્શનના કારણે સેમીફાઇનલમાં સ્થાન નહીં મળવું અને પસંદગીને લઇને સતત વિવાદોનો સામનો કરી રહેલાં ધોનીને બીસીસીઆઇ વધું તકો આપવા ઇચ્છૂક નથી. ટેસ્ટ અને ટી20 ઉપરાંત વનડેમાં પણ ટીમનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમાયેલી સીબી સીરીજમાં સારુ પ્રદર્શન કરી શકી નહોતી અને એશિયા કપમાં પણ ટીમનું પ્રદર્શન વખાણવાલાયક નહોતું.












Click it and Unblock the Notifications
