For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs HK: રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, આ કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો!

એશિયા કપ 2022ની પોતાની બીજી મેચમાં ભારત આજે હોંગકોંગ સામે મેદાને છે. હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : એશિયા કપ 2022ની પોતાની બીજી મેચમાં ભારત આજે હોંગકોંગ સામે મેદાને છે. હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે જ્યારે પંતને તક મળી છે. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતીય ટીમની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રોહિત શર્માએ પ્રથમ ઓવરના ચોથા બોલ પર ઈતિહાસ રચ્યો હતો. T20 ઇન્ટરનેશનલમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો

રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો

એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રવિવારે પાકિસ્તાન સામે 18 બોલમાં 12 રન ફટકાર્યા હતા. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે 133 T20 ઇન્ટરનેશનલની 125 ઇનિંગ્સમાં 32.10ની એવરેજ અને 139.73ની સ્ટ્રાઇક રેટથી 3499 રન બનાવ્યા હતા. હોંગકોંગ સામે 1 રન બનાવ્યા પછી તે T20 આંતરરાષ્ટ્રીયમાં 3500 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

T20I માં સૌથી વધુ રન

રોહિત શર્મા : 3500
માર્ટિન ગુપ્ટિલ : 3497
વિરાટ કોહલી : 3343
પોલ સ્ટર્લિંગ : 3011
એરોન ફિન્ચ : 2855

ઓપનર તરીકે ભારત માટે સૌથી વધુ રન

ઓપનર તરીકે ભારત માટે સૌથી વધુ રન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ હોંગકોંગ સામે 13 બોલમાં 21 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે રોહિત શર્મા ઓપનર તરીકે ભારત માટે 12000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલા વીરેન્દ્ર સેહવાગે ઓપનર તરીકે ભારત માટે 15758 રન, સચિન તેંડુલકરે 15335 રન, સુનીલ ગાવસ્કરે 12258 રન અને શિખર ધવને 10721 રન બનાવ્યા છે.

બંને ટીમોની પ્લેઈંગ 11

બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત : રોહિત શર્મા (C), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક (WK), ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
હોંગકોંગ : નિઝાકત ખાન (C), યાસીમ મોર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકકેની (WK), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, મોહમ્મદ ગઝનફર, આયુષ શુક્લા.

English summary
IND vs HK: Rohit Sharma becomes the first batsman in the world to achieve this feat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X