For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SA : દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટ સિરીઝ પર કબજો, ભારત મોટી તક ચુક્યુ!

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમે ત્રીજી ટેસ્ટ 7 વિકેટે જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે બીજા દાવમાં 198 રન બનાવ્યા બાદ 13 રનની લીડ સાથે 212 રનનો આશાન ટાર્ગેટ રાખ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

કેપટાઉનઃ સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમે ત્રીજી ટેસ્ટ 7 વિકેટે જીતીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે બીજા દાવમાં 198 રન બનાવ્યા બાદ 13 રનની લીડ સાથે 212 રનનો આશાન ટાર્ગેટ રાખ્યો હતો. જે યજમાન ટીમે કીગન પીટરસનની અડધી સદીની મદદથી હાંસલ કર્યો. પીટરસને 113 બોલમાં 82 રનની ઇનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. આ ઉપરાંત રસ્સી વાન ડેર ડુસેને અણનમ 41 રન બનાવ્યા હતા, જ્યારે ટેમ્બા બાવુમાએ અણનમ 31 રન બનાવી ટીમને વિજય અપાવ્યો હતો. ઓપનર એડન માર્કરામે 16 અને કેપ્ટન ડીન એલ્ગરે 30 રન બનાવી ટીમને જીત અપાવી હતી. બીજા દાવમાં જસપ્રીત બુમરાહ-મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.

IND vs SA

આ સાથે ભારત દક્ષિણ આફ્રિકાની ધરતી પર મોટો ઈતિહાસ રચવાનું ચૂકી ગયું. ભારતે અત્યાર સુધી આફ્રિકાની ધરતી પર એકપણ ટેસ્ટ શ્રેણી જીતી નથી. અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભારત આ વખતે ઈતિહાસ રચશે, કારણ કે ટીમે પ્રથમ મેચમાં 113 રને જીત મેળવીને તેની આશા વધારી દીધી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં યજમાન ટીમે શાનદાર વાપસી કરીને શ્રેણી બરાબરી કરી હતી, જેમાં કેએલ રાહુલ સુકાની કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ ત્રીજી ટેસ્ટમાં વિરાટ કોહલીની વાપસી થઈ, પરંતુ ટીમ જીત હાંસલ કરી શકી નહીં. આ સાથે ભારતનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું હજુ પૂરું થયું નથી.

મેચની વાત કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતનો પ્રથમ દાવ 223 રન પર સમાપ્ત થયો, જેમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 79 રન હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 210 રન જ બનાવી શકી હતી, જેમાં ઝડપી બોલર જસપ્રિત બુમરાહની 5 વિકેટ સામેલ હતી. પ્રથમ દાવના આધારે ભારતને 13 રનની લીડ મળી હતી, પરંતુ બેટ્સમેનો બીજી ઇનિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અણનમ 100 રન બનાવનાર ઋષભ પંત જ આફ્રિકન બોલરોનો સામનો જોવા મળ્યો હતો. અહીં ભારત 198 રનમાં આઉટ થઈ ગયું, તેણે દક્ષિણ આફ્રિકાને 13 રનની લીડ સાથે 212 રનનો પડકાર આપ્યો, જે પછી યજમાનોએ સરળતાથી હાંસલ કરી લીધો.

ભારતે આ શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ બીજી ટેસ્ટમાં કોહલી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. કોહલીના સ્થાને કેએલ રાહુલને સુકાનીપદ આપવામાં આવ્યું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગમાં 7 વિકેટે મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. ભારતે પ્રથમ દાવમાં 202 રન બનાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 229 રન બનાવ્યા હતા. ત્યારપછી ભારતે બીજી ઈનિંગમાં 266 રન બનાવ્યા અને આ રીતે દક્ષિણ આફ્રિકા સામે 240 રનનો ટાર્ગેટ આપ્યો. કેપ્ટન ડીન એલ્ગરે અણનમ 96 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ સિવાય ડ્યુસેને પણ 40 રન બનાવ્યા હતા.

English summary
IND vs SA: South Africa captures Test series, India misses big opportunity!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X