For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL: સુર્યકુમાર અને અક્ષર પટેલની ઈનિંગ્સ એળે, ભારતની ખરાબ હાર

બીજી ટી20 મેચમાં સુર્યકુમાર અને અક્ષર પટેલે ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. જો કે આ ઈનિંગ્સ એળે ગઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેવી ટી20 સિરિઝના બીજા મેચમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યુ છે. આ મેચમાં ભારતની સાધારણ બોલિંગ સામે શ્રીલંકન બેટ્સમેનોએ ધમાલ મચાવી હતી અને સ્કોરને 200 પાર લઈ ગયા હતા. અહીં બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પણ ફેલ રહ્યો હતો.

IND vs SL

અહીં પહેલા બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકન ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ પાવરપ્લેમાં ધમાકેદાર બેટિંગ કરતા વિના વિકેટ માટે 80 રન બનાવ્યા હતા. અહીં મેન્ડિસે 27 બોલમાં ફિફ્ટી ફટકારી 31 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન અસલંકાએ તોફાની ઈનિંગ રમી 19 બોલમાં 37 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન શનાકાએ ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કરતા 22 બોલમાં અણનમ 56 રનની ઈનિંગ્સ રમી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી.

બોલિંગમાં નિષ્ફળતા બાદ ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી હતી. અહીં ભારતીય ટીમે શરૂઆતમાં ઝટપી વિકેટો ગુમાવી દીધી હતી. ઈશાન કિશન 2, શુભમન ગીલ 5, રાહુલ ત્રિપાઠી 5 અને કેપ્ટન હાર્દિક પંડ્યા12 રન બનાવીને આઉટ થયો હતો. અહીં ઈન્ડિયાની 34 રન પર 4 વિકેટ પડી હતી. છેલ્લી મેચમાં તોફાની બેટિંગ કરનાર દીપક હુડ્ડા પણ 9 રન બનાવીને આઉટ થયો હતો.

જો કે એક સમયે ભારત તરફથી સુર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે ઉમ્મીદ જગાડી હતી અને ધમાકેદાર ઈનિગ્સ રમતા 57 રનમાં 5 વિકેટથી ટીમને 148 રન સુધી લઈ ગયા હતા. અહીં ભારતે સુર્યકુમાર યાદવ 36 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ અક્ષર પટેલે 20 બોલમાં ફિફ્ટી ફટકારતા સતત ત્રણ સિક્સર ફટકારી હતી. અક્ષર પટેલ 31 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. માવી 26 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 વિકેટે 190 સુધી જ પહોંતી શક્યો હતો. શ્રીલંકા તરફથી મદુશંકા, રાજિતા અને શનાકાએ બે-બે વિકેટ લીધી હતી.

English summary
IND vs SL: Suryakumar and Akshar Patel's innings, India lose badly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X