જોહાર કપ: ભારતે ઓસ્ટ્રેલિયાને 2-0 થી માત આપી

મળતી માહિતી મુજબ મલેશિયાના જોહાર બારૂ શહેરમાં રમાઇ રહેલી આ ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ હાફમાં ગોલરહિત બરાબરી પર અટકાવીને બીજા હાફમાં બે ગોલ ફટકારીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
ભારતે પ્રથમ ગોલ પેનલ્ટી કોર્નરના માધ્યમથી કર્યો છે અને ગોલનો શ્રેય સુખમનજીત સિંહને આપવામાં આવ્યો હતો. સુખમનજીતે આ ગોલ 49 મિનિટે કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બરોબરી માટે તનતોડ મહેનત કરી હતી પરંતુ ભારતીય ગોલકિપર સુશાંત ટિર્કીએ તેમના ઇરાદો પર પાણી ફેરવી વાળ્યું હતું. ટિર્કીને મેન ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત તરફથી બીજો ગોલ અમોન મિરાશ ટિર્કીએ કર્યો હતો. આ ગોલ રમત પુરી થવાના એક મિનિટ પહેલાં પેનલ્ટી કોર્નરના માધ્યમથી થયો હતો. ભારતીય ટીમ સોમવારે જર્મની સાથે ટકરાશે.












Click it and Unblock the Notifications
