ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની વિજયી શરૂઆત
કાર્ડિક, 7 જૂનઃ ઓપનર શિખર ધવનની વનડે કારકિર્દીની પ્રથમ સદી અને રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુરુવારે ગ્રુપ બી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 26 રનથી હરાવી શાનદાર પ્રારંભ કર્યો છે. શિખર(114) અને રોહિત શર્મા સાથે પહેલી વિકેટની સતકીય ભાગીદારીથી ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 331 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 305 રન જ કરી શક્યું. શાનદાર બેટિંગ કરવા બદલ શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત તરફથી શિખર ધવન 114, રોહિત શર્મા 65, રવિન્દ્ર જાડેજા 47, વિરાટ કોહલી 31, ધોની 27, કાર્તિક 14, અશ્વિન 10 અને સુરેશ રૈનાએ નવ રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી મેક્લેરને ત્રણ, ત્સોત્સોબેએ 2 અને ડ્યુમીનિએ 1 વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી મળેલા 331 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો ઇંગ્રામના રૂપમાં લાગ્યો હતો, તે 6 રન બનાવીને ભુનવેશ્વર કુમારની ઓવરમાં રૈનાના હાથે કેચ આઉટ થયો હતો. બીજી વિકેટ અમલાના રૂપમાં પડી હતી, અમલા 22 રન પર આઉટ થયો હતો. ત્યાર બાદ પીટરસન અને એડીબી વિલિયર્સે બાજી સંભાળી હતી. પીટરસન 68 અને એડીબી વિલિયર્સ 70 રન બનાવીને આઉટ થયા હતા. આ બન્ને ખેલાડીની વિકેટ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાની બાજી લથડી પડી હતી અને ડુયમીની 14, પ્લેસિસ 30 રન બનાવ્યા હતા, જો કે મેક્લેરને શાનદાર બેટિંગ કરીને ટીમની લાજ થોડીક બચાવી હતી. તેણે 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી કુમાર, યાદવ, શર્મા, જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી.

વિજયી મેચની યાદગીરી
વિજયી મેચની યાદગીરી સાથે 'સર' રવિન્દ્ર જાડેજા

ખુશખુશાલ ટીમ ઇન્ડિયા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શરૂઆત કર્યા બાદ ખુશખુશાલ જણાઇ રહેલી ટીમ ઇન્ડિયા

લક્ષ્યાંકનો પીછો
ભારત દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરી રહેલો દક્ષિણ આફ્રિકન ખેલાડી.

પીટરસન રન આઉટ
રન લેવા માટે દોડી રહેલા પીટરસનને રનઆઉટ કરી રહેલો સુકાની મહેન્દ્ર સિંહ ધોની

વિકેટ મળ્યાની ઉજવણી
વિલિયર્સની વિકેટ મેળવ્યા બાદ સાથી ખેલાડી સાથે તેની ઉજવણી કરી રહેલો જાડેજા

પહેલી મેચ પહેલી સદી
પોતાની પહેલી જ વનડે મેચમાં સદી ફટકાર્યા બાદ કંઇક આ અદામાં શિખર ધવને પોઝ આપ્યો હતો.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં










Click it and Unblock the Notifications
