For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જાડેજાને વિદેશમાં સારો બેટ્સમેન માનવાની ભૂલ કરી રહ્યું છે:સંજય માંજરેકર

રવિન્દ્ર જાડેજા ફરી એક વખત બેટિંગમાં ફ્લોપ રહ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જાડેજા પાસેથી ભારતે રાખેલી અપેક્ષા નિરર્થક સાબિત થઈ છે.

|
Google Oneindia Gujarati News

રવિન્દ્ર જાડેજા ફરી એક વખત બેટિંગમાં ફ્લોપ રહ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જાડેજા પાસેથી ભારતે રાખેલી અપેક્ષા નિરર્થક સાબિત થઈ છે. જાડેજાએ સાબિત કર્યું છે કે, જો તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેની બેટિંગ પર આધાર રાખો છો, તો તમે ભગવાન ભરોસે છો. જો કે કોહલીએ ફરી જાડેજામાંવિશ્વાસ દેખાડ્યો અને ઓવલ ખાતે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજાને નંબર 5 પર મોકલ્યો. ભારતના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે ભારતના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.

Ravindra Jadeja

ટીમ મેનેજમેન્ટે રવિન્દ્ર જાડેજાને અજિંક્ય રહાણે અને ઋષભ પંત પહેલા મોકલ્યો હતો, જ્યારે ભારતનો સ્કોર 3 વિકેટે 29 રન હતો. ભારતે ચેતેશ્વર પૂજારાની સાથે રોહિત શમા અને કેએલ રાહુલને સસ્તામાં ગુમાવ્યા હતા. જો કે, આ પગલાથી ભારતને ઇચ્છિત પરિણામ મળ્યુ નહીં, કારણ કે જાડેજા 10 રને આઉટ થયો હતો. ચોથી ટેસ્ટમાં સ્પેશિયાલિસ્ટ ઓલરાઉન્ડર તરીકે પસંદગી થયા બાદ જાડેજા ફરી એક વખત અસહજ લાગ્યો. સોની સ્પોર્ટ્સ સાથે વાત કરતા સંજય માંજરેકરે કહ્યું કે ભારત વિદેશની પરિસ્થિતિઓમાં રવિન્દ્ર જાડેજા પાસેથી બેટ્સમેન તરીકે વધારે અપેક્ષા રાખી રહ્યું છે. જો કે તે ઘર આંગણે સારો બેટ્સમેન છે.

માંજરેકરે કહ્યું, મને લાગે છે કે ટી​​-20 જેવી વિચારવાની રીત ટેસ્ટ મેચોમાં આવી ગઈ છે. મને લાગે છે કે તેને જાડેજાની નંબર 5 પર રમવાની ક્ષમતાનો વધારે પડતો અંદાજ આપ્યો હતો. મને લાગે છે કે ભારતીય ક્રિકેટ વિદેશી પરિસ્થિતિઓમાં જાડેજાની બેટિંગ ક્ષમતાને વધારે પડતો આંકી રહી છે. ભારતમાં તેને નંબર 5 પર મોકલો, ત્યાં કોઈ સમસ્યા નથી.

વિદેશમાં જાડેજાની એવરેજ 30 છે, જે તેની કારકિર્દીની સરેરાશ 34.32 થી થોડી ઓછી છે. જો કે, ઈંગ્લેન્ડમાં તેની એવરેજ ઘટીને 27.93 થઈ ગઈ છે. વર્તમાન પ્રવાસમાં તમામ ભારતીય બેટ્સમેનો સુપર ફ્લોપ સાબિત થઈ રહ્યા છે, તેમ છતાં રવિચંદ્રન અશ્વિનનું સ્થાન જાડેજાને માત્ર તેની બેટિંગ ક્ષમતાને કારણે આપવામાં આવ્યું છે. હવે આ પ્રકારની બેટિંગ જોયા પછી સવાલ એ પણ ઉભો થશે કે અશ્વિન પણ આટલું કામ કરી શક્યો હોત અને તે બોલિંગમાં જાડેજા કરતાં વધુ સારો સાબિત થયો હોત.

આ દરમિયાન ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે સવાલ ઉઠાવ્યો હતો કે જો બ્રિટનની પરિસ્થિતિમાં બેટિંગમાં સમસ્યા હોય તો ભારતે વધારાના બેટ્સમેનની પસંદગી કેમ ન કરી.

નોંધનીય છે કે ભારત 191 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે, શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન બનાવ્યા બતા. સુકાની વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા પરંતુ રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે સહિતના મોટા ખેલાડીઓ નિષ્ફળ રહ્યા.

English summary
India is making a mistake of considering Jadeja as a good batsman abroad: Sanjay Manjrekar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X