મહિલા વર્લ્ડ કપ : ભારત V/S વેસ્ટઇન્ડિઝ વચ્ચે જામશે જંગ

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે યોજાનાર ડે-નાઇટ મુકાબલાથી આ પ્રતિયોગિતાની શરૂઆત થશે. વર્લ્ડકપની કેટલીક મેચો કટકમાં રમવામાં આવશે. સુરક્ષાના કારણે પાકિસ્તાનની ટીમ (ગ્રુપ બી)ને કટકમાં ઉતારવામાં આવી છે.
ભારતીય ટીમની કમાન મિતાલી રાજના હાથમાં છે. તેમના સિવાય પૂર્વ કેપ્ટન ઝૂલન ગૌસ્વામી, પૂનમ રાઉત, વિકેટ કિપર સુલક્ષણા નાયક, તથા બોલર ગૌહર સુલ્તાન અને નિરંજના નાગરાજન પર ટીમનો દારોમદાર રહેશે.
વિશ્વકપ પહેલાં રમાયેલી અભ્યાસ મેચોમાં ભારતના પરિણામો મિશ્રિત રહ્યાં છે. આ પહેલાંની મેચમાં ન્યૂઝિલેન્ડ હરાવ્યું હતું તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. સતત પાંચમો વર્લ્ડકપ રમી રહેલી ચાલરેટ એડવર્ડસની અનુગામીમાં ઇગ્લેંડની ટીમને પ્રબલ દાવેદાર માનવામાં આવે છે.
ભારતીય ટીમ: મિતાલી રાજ( કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), એકતા બિષ્ટ, અમિતા શર્મા, ઝૂલન ગૌસ્વામી, કરૂણા જૈન, રીમા મલ્હોત્રા, મોના મેશરામ, તિરૂષકામિની મુર્ગેસન, સુલક્ષણા નાયક, નિરંજન નાગરાજન, રાસનારા પરવીન, પૂનમ રાઉત, શુભલક્ષ્મી શર્મા અને ગૌહર સુલ્તાના












Click it and Unblock the Notifications
