For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SPORTS UPDATE: સીડબલ્યુજીઃ ઉદ્ઘાટન પરેડમાં સૌથી આગળ રહેશે ભારતીય દળ

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે. જોકે આ સાથે જ અનેક એવી રમતો છે, જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે. તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે. જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ.

આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો યુવા અને અનુભવી ખેલાડીઓથી ભરેલી ભારતીય મહિલા હોકી ટીમ સ્કોટલેન્ડની રાજધાની ગ્લાસ્ગોમાં થઇ રહેલા 20માં કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે શરૂ કરવા માગે છે. ગ્લાસગોમાં યોજાઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગત શ્રેણીમાં મેજબાની કરવા બદલ ભારતીય દળને ગ્લાસગોના સેલ્ટિક પાર્કમાં બુધવારે રાત્રે થનારા ઉદ્ઘાટન સમારોહમાં પરેડમાં સૌથી આગળ રાખવામાં આવશે. વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો.

જીત સાથે શરૂઆત કરવા માગે છે મહિલા હોકી ટીમ

જીત સાથે શરૂઆત કરવા માગે છે મહિલા હોકી ટીમ

યુવા અને અનુભવી ખેલાડીઓથી ભરેલી ભારતીય મહિલા હોકી ટીમ સ્કોટલેન્ડની રાજધાની ગ્લાસ્ગોમાં થઇ રહેલા 20માં કોમનવેલ્થ ગેમ્સમાં કેનેડા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે શરૂ કરવા માગે છે.

પોલેન્ડમાં ગોલ્ડન જીત વાલકોટે સીડબલ્યુજી તરફ વધાર્યા કદમ

પોલેન્ડમાં ગોલ્ડન જીત વાલકોટે સીડબલ્યુજી તરફ વધાર્યા કદમ

ત્રિનિદાદના એથ્લિટ ઓલમ્પિક ચેમ્પિયન કેશોર્ન વોલકોટે જાનુસ સિડલો મેમોરિયલ ટૂર્નામેન્ટમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના પ્રદર્શનને લઇને પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ટાયસન ગે પર પ્રતિબંધ ઘટાડવો ખોટોઃ બોલ્ટ

ટાયસન ગે પર પ્રતિબંધ ઘટાડવો ખોટોઃ બોલ્ટ

વિશ્વના સૌથી ઝડપી દોડવીર જમૈકાના ઉસેન બોલ્ટે ડોપિંગ ટેસ્ટમાં દોષી જાહેર થયેલા પોતાના વતની દોડવીર ટાયસન ગે પર લાગેલા પ્રતિબંધને ઓછો કરવાના નિર્ણયની ટીકા કરી છે.

સીડબલ્યુજીઃ ઉદ્ઘાટન પરેડમાં સૌથી આગળ રહેશે ભારતીય દળ

સીડબલ્યુજીઃ ઉદ્ઘાટન પરેડમાં સૌથી આગળ રહેશે ભારતીય દળ

ગ્લાસગોમાં યોજાઇ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગત શ્રેણીમાં મેજબાની કરવા બદલ ભારતીય દળને ગ્લાસગોના સેલ્ટિક પાર્કમાં બુધવારે રાત્રે થનારા ઉદ્ઘાટન સમારોહમાં પરેડમાં સૌથી આગળ રાખવામાં આવશે.

ડુંગાને બ્રાઝિલના કોચ બનાવવાને લઇને જાગી ચર્ચા

ડુંગાને બ્રાઝિલના કોચ બનાવવાને લઇને જાગી ચર્ચા

ફીફા વિશ્વકપ 2014માં મળેલી હાર બાદ બ્રાઝિલની ફૂટબોલ ટીમના કોચ તરીકે ડુંગાને નિયુક્ત કરવાની વાતને લઇને સ્થાનિક મીડિયા તથા ખેલાડીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ અને પ્રતિક્રિયા મળી રહી છે.

એશિયા કપમાં ભારતીય બાસ્કેટબોલ ટીમનું પ્રદર્શન સરાહનિય

એશિયા કપમાં ભારતીય બાસ્કેટબોલ ટીમનું પ્રદર્શન સરાહનિય

ભારતીય બાસ્કેટબોલ ટીમના કોચ સ્કોટ ફ્લેમિંગે તાજેતરમાં જ ચીનના વુહાનમાં પૂર્ણ થયેલા ફીબા એશિયા કપમાં ભારતીય ટીમના પ્રદર્શનને ઘણું જ સરાહનીય ગણાવ્યું છે.

English summary
India, by the virtue of being the previous hosts, will lead the Commonwealth Games 2014 opening ceremony parade around Celtic Park here Wednesday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X