For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICCની ચેમ્પિયન્સ ટીમમાં 5 ભારતીયો, ધોની બન્યા કપ્તાન

|
Google Oneindia Gujarati News

લંડન, 26 જૂન : મહેન્દ્ર સિંહ ધોનીને હવે આઇસીસીની 'ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ'ના કપ્તાન તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમાં સ્ટાઇલીશ બેટ્સમેન શિખર ધવન સહિત અન્ય ચાર ભારતીય ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ભારતે ઇંગ્લેન્ડને પાંચ રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

ટીમમાં ભારતના મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડના બે ખેલાડી જોનાથન ટ્રોટ અને જેમ્સ એન્ડરસન આ ટીમનો ભાગ બનશે.

આ ઉપરાંત પાકિસ્તાનના કપ્તાન મિસ્બાહ ઉલ હક, શ્રીલંકાના કુમાર સંગાકારા, દક્ષિણ આફ્રિકાના રેયાન મેકલેરેન અને ન્યૂઝીલેન્ડના મિશેલ મેક્લેનને પણ આઇસીસી ચેમ્પિયન્સ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડના બેટ્સમેન જે રૂટને 12માં ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

champions trophy team
ધોનીએ ફાઇનલમાં ટીમને ખિતાબ અપાવ્યો. તેમને ટૂર્નામેન્ટની ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે. તેઓ રમતના ઇતિહાસમાં ટીમને ત્રણ મેજર આઇસીસી ટ્રોફી વર્લ્ડ ટ્વેન્ટી-20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2013) અપાવનાર દુનિયાના પ્રથમ કપ્તાન બની ગયા છે.

આઇસીસી જાહેરાત અનુસાર, 'ધોનીને બોતાના બેટ્સમેનો દ્વારા પોતાની પ્રતિભા દેખાડવાની તક ઓછી મળી, પરંતુ તેમણે પોતાની ટીમની શાનદાર આગેવાની કરી. તેમણે સ્પમ્પની પાછળ 9 બેટ્સમેનોને શિકાર (પાંચ કેચ અને ચાર સ્પમ્પ) બનાવ્યા.'

English summary
India lead with five players in ICC Champions Trophy Team of the Tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X