ટીમ ઇન્ડિયા જાહેર, સચિન-ભજ્જીના સમાવેશ સામે ઉઠ્યા સવાલો

bcci-ecb-logo
મુંબઇમાં ઇંગ્લેન્ડ સામે મળેલા પરાજય બાદ આજે મળેલી બીસીસીઆઇની બેઠકમાં કેટલાક કઠોર પગલાં હાથ ધરાશે તેમ લાગતું હતું પરંતુ ટીમમાં નહિવત ફેરફાર કરીને બીસીસીઆઇએ સચિન અને ભજ્જીને યથાવત રાખતા અનેક સવાલો ઉઠ્યા છે. ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ માટે મંગળવારે ટીમ ઇન્ડિયાનું એલાન કરવામાં આવ્યું છે. ટીમમાં ઇજાગ્રસ્ત ઉમેશ યાદવના સ્થાને અશોક ડિંડાને સામેલ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ઉમેશ યાદવ થોડા સમય પહેલા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને હજુ સુધી તે ફિટ નથી. અનફિટ હોવાના કારણે યાદવને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ પહેલા બધાની નજર પસંદગી સમિતિ પર હતી કે સચિનના આ શ્રેણીમાં પ્રદર્શનને લઇને ઉઠેલા પ્રશ્નો વચ્ચે કયું વલણ અપનાવે છે. પરંતુ સચિનને ટીમમાં યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે જાહેર કરવામાં આવેલી ટીમમાં ઝહીર ખાન અને મુરલી વિજય પણ છે. ટીમમાં સામેલ ખેલાડીઓ આ પ્રમાણે છે. મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, આર અશ્વિન, હરભજન સિંહ, ઝહીર ખાન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, પ્રજ્ઞાન ઓઝા, રહાણે, ઇશાંત શર્મા. નોંધનીય છે કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ડિસેમ્બરથી કોલકતામાં ત્રીજી ટેસ્ટ રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X