ઓલિમ્પિકમાં ભારતનું પુનરાગમન, IOAએ માની શરતો

oly-lead
નવી દિલ્હી, 15 મેઃ ભારતે ઓલિમ્પિકમાં પુનરાગન કર્યું છે. ભારતીય ઓલિમ્પિક સંઘ એટલે કે આઇઓએએ આતંરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ(આઇઓસી)ની શરતો માની લીધી છે. આઇઓએ બીજી વખત ચૂંટણી કરવા માટે સહમત થઇ ગયું છે. નોંધનીય છે કે, ઓલિમ્પિક ચાર્ટરનું પાલન નહીં કરવા બદલ પાંચ મહિના પહેલા આઇઓસીએ ભારતને નિલંબિત કરી દીધું હતું.

આ મામલે બુધવારે ભારતીય પ્રિતિનિધિમંડળએ લુસાનેમાં આઇઓસી સાથે બેઠક કરી હતી. ભારતના ખેલ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી હતી.

આઇઓએના કાર્યવાહક અધ્યક્ષ વિજય કુમાર મલ્હોત્રા અને આઇઓસીમાં ભારતના સભ્ય રણધીર સિંહને હટાવવાના કારણે બેઠક પહેલાથી જ ખટાશ પેદા થઇ ગઇ હતી, પરંતુ નિર્ણય ભારતના હકમાં આવ્યો અને તેને ઓલિમ્પિકમાં સામેલ કરી લેવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X