ટેસ્ટ રેન્કિંગમાં ભારતને નુકસાન, પાક. નિકળી ગયુ આગળ
દુબઇ, 1 મેઃ ગત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનની અસર રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. આઇસીસીની વર્ષની અંતિમ અને તાજી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ પાકિસ્તાન કરતા પણ પાછળ જતી રહી છે. તાજી ટેન્સ રેન્કિંગમાં ભારતને પાંચમુ સ્થાન મળ્યું છે, જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાન પર છે.

વનડે રેન્કિંગની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ બીજા સ્થાને યથાવત છે. વનડે રેન્કિંગમાં ટોચની ત્રણ ટીમોમાં ઓસ્ટ્રેલિયા, ભારત અને શ્રીલંકા છે, પરંતુ તેમાં થોડોક બદલાવ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, 2010-11ની શ્રેણીના નિર્ણય આ રેન્કિંગની યાદીમાંથી નીચે કરી દેવામાં આવ્યા છે, જ્યારે 2012-13ના નિર્ણયોનું 50 ટકા આંકલન જ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયન સુકાની માઇખલ ક્લાર્ક પોતાની ટીમના ટેસ્ટ અને વનડે બન્ને જ પ્રારુપોમાં ટોચ પર રહેવાથી ઘણા જ ખુશ અને ઉત્સાહિત છે.












Click it and Unblock the Notifications
