For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ટેસ્ટઃ ભુવનેશ્વર બાદ જાડેજાનો સપાટો, ઓસીએ 237 પર ડિક્લેર કર્યો દાવ

|
Google Oneindia Gujarati News

warner
હૈદરાબાદ, 2 માર્ચઃ હૈદરાબાદ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં ભારતીય યુવા બોલર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વેધક બોલિંગની મદદથી ભારત ઓસ્ટ્રેલિયાની નવ વિકેટ પેવેલિયન ભેગી કરવામાં સફળ નિવડ્યું છે. ભુવનેશ્વર અને જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ જ્યારે હરભજન સિંહે બે અને આર અશ્વિને એક વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર નવ વિકેટ ગુમાવીને 237 રન પર દાવ ડિક્લેર કર્યો છે. દિવસના અંતે ભારતે વિના વિકેટે 5 રન બનાવી લીધા છે.

આ પહેલાં ભારતીય યુવા બોલર ભુવનેશ્વર કુમારે સપાટો બોલાવતા ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. ભુવનેશ્વર કુમારે વોર્નર, કોવન અને વોટ્સનની વિકેટ ઝડપી છે. ભુવનેશ્વર કુમાર બાદ ચોથી વિેકેટ અશ્વિને લીધી હતી. અશ્વિને હ્યુજને 19 રનના વ્યક્તિગત સ્કોર પર ધોનીના હાથે ઝલાવી દીધો હતો. જો કે, પ્રારંભિક ચાર ઝટકા બાદ ક્લાર્ક અને વેડે ઓસ્ટ્રેલિયા બાજી સંભાળી હતી. વેડ 62 રનના વ્યક્તિગત સ્કોર પર હરભજન સિહંની ઓવરમાં ભુવનેશ્વરના હાથે ઝલાઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ હેનરીક્સના રૂપમાં પડી હતી તે પાંચ રનના વ્યક્તિગત સ્કોર પર જાડેજાનો શિકાર થયો હતો. સાતમી વિકેટ મેક્સવેલના રૂપમાં પડી હતી, તે પણ જાડેજાનો શિકાર બન્યો હતો. આઠમી વિકેટ સિડલ અને નવમી વિકેટ ક્લાર્કના રૂપમાં પડી હતી. સિડલ હરભજનનો અને ક્લાર્ક જાડેજાનો શિકાર બન્યા હતા. ક્લાર્કે 91 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની શ્રેણીમાં બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.. મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાની બે વિકેટ પડી ગઇ છે. આ બન્ને વિકેટ ભુવનેશ્વર કુમાર દ્વારા લેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ડેવિડ વોર્નર વ્યક્તિગત છ રન પર બોલ્ડ થયો હતો, જ્યારે બીજી વિકેટ ઇડી કોવનના રૂપમાં પડી છે. કોવન ચાર રનના વ્યક્તિગત સ્કોર પર ભુવનેશ્વરની ઓવરમાં એલબીડબલ્યુ થયો હતો. ત્રીજી વિકેટ પણ ભુવનેશ્વર કુમારે લીધી છે. શેન વોટ્સન 23 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં એલબી આઉટ થયો છે.

ભારતીય ટીમમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં બે ફેરબદલ કરવામાં આવ્યા છે. લિયોન અને મિશેલ સ્ટાર્કના સ્થાને ટીમમાં જેવિયર ડોહર્ટી અને ગ્લેન મેક્સવેલને સામેલ કરવામાં આવ્યા છે.

બન્ને ટીમ આ પ્રકારે છે

ઓસ્ટ્રેલિયાઃ માઇકલ ક્લાર્ક, એડ કોવાન, ડેવિડ વોર્નર, ફિલ હ્યૂઝ, શેન વોટસન, મેથ્યૂ વેડ, ગ્લેન મૈક્સવેલ, પીટર સિડલ, મોઇજેસ હેનરિક્સ, જેમ્સ પેન્ટિસન, જેવિયર ડોહર્ટી.

ભારતઃ મહેન્દ્ર સિંહ ધોની, વિરેન્દ્ર સેહવાગ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, હરભજન સિંહ ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર.

English summary
India v Australia at Hyderabad 2nd Test, Australia won the toss and elected to bat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X