For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સામે પાકનો વિજય, જમશેદની શાનદાર ઇનિંગ

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 30 ડિસેમ્બરઃ પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો છ વિકેટથી પરાજય થયો છે. રૈના, ધોની અને અશ્વિને સમજદારીપૂર્વકની શાનદાર ઇનિંગ રમીને ભારતના સ્કોરને 227 સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી ધોનીએ સર્વાધિક 113 રન બનાવ્યા છે. પાકિસ્તાન તરફથી જમશેદે સદી ફટકારી છે. આ સાથે જ પાકિસ્તાનનો ભારત સામે પ્રથમ વનડેમાં શાનદાર વિજય થયો છે. બોલિંગ અને બેટિંગ બન્નેમાં પાકિસ્તાને સુંદર પ્રદર્શન કર્યું છે. બોલિંગમાં જુનૈદ અને બેટિંગમાં જમશેદે અદભૂત પ્રદર્શન કર્યું છે.

અપડેટ 6.05 pm
નાસિર જમશેદની સદી

ભારત સામેની મેચમાં જમશેદે શાનદાર સદી ફટકારી પાકિસ્તાનનો વિજય નિશ્ચિત કરી નાંખ્યો છે. જમશેદે પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 127 બોલમાં 101 રન ફટકાર્યા છે. બીજી તરફ શોએબે 34 રન બનાવ્યા છે.

અપડેટ 5.45 pm
પાકિસ્તાન મજબૂત

ભારતે ચાર વિકેટ મેળવી હોવા છતાં પણ મેચમાં પાકિસ્તાન ધીરે-ધીરે પકડ જમાવી રહ્યું છે. પાકિસ્તાને હાલ 42 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 196 રન બનાવી લીધા છે અને જીત માટે 33 રનની જરૂર છે. જમશેદ 91 રન અને મલિક 14 રન સાથે રમતમાં છે.

અપડેટ 5.21 pm
પાકિસ્તાનને ચોથો ઝટકો

પાકિસ્તાનને ચોથો ઝટકો મિસ્બાહના રૂપમાં પડ્યો છે. તે 16 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો છે. આ સાથે પાકિસ્તાનનો સ્કોર ચાર વિકેટ ગુમાવીને 172 રન થઇ ગયો છે. પાકિસ્તાનને વિજય માટે 56 રન અને ભારતને વધુ છ વિકેટની જરૂર છે. બીજી તરફ જમશેદ 83 રન સાથે રમતમાં છે. ભારતને જમશેદની વિકેટ મેળવી આ તકે જરૂરી છે.

અપડેટ 4.58 pm
યુનિસ ખાન આઉટ, ડિંડાએ અપાવી મહત્વની સફળતાં

ટીમ ઇન્ડિયાને એક મહત્વની સફળતાં અપાવતા અશોક ડિંડાએ યુનિસ ખાનની વિકેટ ઝડપી છે. યુનિસ ખાન 58 રનના વ્યક્તિગત સ્કોર પર અશ્વિનના હાથે ઝલાઇ ગયો હતો. આ સાથે જ પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી લીધા છે. વિજય મેળવવા માટે ભારતને સાત વિકેટની જ્યારે પાકિસ્તાનને 69 રનની જરૂર છે.

અપડેટ 4.20 pm
યુનિસ અને જમશેદની અડધી સદી

યુનિસ ખાન અને જમશેદની અડધી સદીની મદદથી પાકિસ્તાને બે વિકેટના નુક્સાને 120 રન બનાવી લીધા છે. બન્ને વચ્ચે 100 રનની ભાગીદારી નોંધાવાયી છે. ભારતીય બોલર્સ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યાં છે.

અપડેટ 4.03 pm
યુનિસ અને જમશેદની જોડી જામી

ભારતના 228 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાનની ટીમને ધીમે-ધીમે લક્ષ્ય તરફ લઇ જવાનો પ્રયત્ન યુનિસ અને જમશેદ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જમશેદ 39 રન અને યુનિસ 30 રન સાથે રમતમાં છે. પાકિસ્તાન લક્ષ્યથી 144 રન દૂર છે. હાલ પાકિસ્તાન 24 ઓવરના અંતે બે વિકેટ ગુમાવીને 87 રન બનાવી લીધા છે.

અપડેટ 3.36 pm

પાકિસ્તાનની ધીમી બેટિંગ

ભુવનેશ્વરના તરખાટ વચ્ચે પાકિસ્તાનની ધીમી પણ સંભાળપૂર્વકની બેટિંગ જોવા મળી રહી છે. પાકિસ્તાને 16 ઓવરના અંતે 53 રન બનાવી લીધા છે. પાકિસ્તાન તરફથી હાલ યુનિસ ખાન 16 રન પર અને જમશેદ 23 રન સાથે રમતમાં છે. પાકિસ્તાન સામે 228 રનનો લક્ષ્યાંક છે.
અપડેટ 3.03 pm

ભારતની દમદાર બોલિંગ

ભારતીય બોલર્સની દમદાર બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેન નિસહાય સાબિત થઇ રહ્યાં છે. અથાગ પ્રયત્નો કરવા છતાં પણ તેઓ રન બનાવવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે જેના કારણે એ વાત સ્પષ્ટ થઇ રહી છે કે પાકિસ્તાની ટીમ અન્ડર પ્રેશર રમી રહી છે. 10 ઓવરની સમાપ્તિ સુધીમાં પાકિસ્તાન માત્ર 21 રન જ બનાવી શક્યું છે. આ સાથે જ ભુવનેશ્વર કુમરે બીજી વિકેટ ઝડપી છે. અઝહર અલી રોહિત શર્માના હાથે 9 રનના વ્યક્તિગત સ્કોર પર કેચ આઉટ થયો હતો. હાલ પાકિસ્તાન બે વિકેટના નુક્સાન પર 21 રને છે.


અપડેટ 2.47 pm

છ ઓવરના અંતે પાકિસ્તાનના 11 રન

ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા અને અશોક ડિંડાની જોડીના કારણે પાકિસ્તાન ટીમ ચેન્નાઇમાં રન બનાવવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જેના કારણે છ ઓવરમાં પાકિસ્તાનના માત્ર 11 રન જ થઇ શક્યા છે. તેની સામે 228 રનનો લક્ષ્યાંક છે.

અપડેટ 2.22 pm

પાકને પહેલો ઝટકો, ભુવનેશ્વરે લીધી વિકેટ

ભારત તરફથી આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાનની ટીમને મોહમ્મદ હાફીઝના સ્વરૂપમાં પહેલો ઝટકો પહોંચ્યો છે. ભારતને આ પહેલી સફળતા યુવા બોલર ભુવનેશ્વર કુમારે અપાવી છે. પાકિસ્તાન સામે ભારતે 228 રનનો લક્ષ્યાંક મુક્યો છે.

અપડેટ 1.54 pm

ભારતે આપ્યો 228 રનનો લક્ષ્યાંક

ધોનીએ શાનદાર 113 રનની ઇનિંગ રમીને પાકિસ્તાન સામે ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું છે. અશ્વિને 31 રનનું યોગદાન આપ્યું છે.

અપડેટ 1.30 pm

ધોનીની શાનદાર બેટિંગ

એક સમયે ટોચના પાંચ બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા બાદ ધોનીએ શાનદાર ઇનિંગ દર્શાવી છે. ધોની હાલ 76 રન પર રમી રહ્યો છે અને તેનો સાથ અશ્વિન આપી રહ્યો છે. અશ્વિન 24 રન સાથે રમતમાં છે. આ સાથે જ ભારતે 46 ઓવરના અંતે 184 રન બનાવી લીધા છે.

અપડેટ 1.03 pm

ધોનીની અડધી સદી

પોતાની લયમાં પરત ફરતા ધોનીએ પાકિસ્તાન સામેની વનડેમાં અડધી સદી ફટકારી છે. ધોનીએ 86 બોલનો સામનો કરીને એક છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 52 રન બનાવી લીધા છે. આ સાથે જ ભારતે 40 ઓવરમાં અંતે 150 રન બનાવી લીધા છે. અશ્વિન 16 રન સાથે રમતમાં છે.

અપડેટ 12.34 pm

રૈના અડધી સદી ચૂક્યો

ધોની સાથે લાંબી ભાગીદારી નોંધાવવા તરફ આગળ વધી રહેલા સુરેશ રૈનાની વિકેટ લઇને પાકિસ્તાને એક મહત્વની વિકેટ હાંસલ કરી છે. રૈના 43 રન પર મોહમ્મદ હાફિઝની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ સાથે જ 104 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી છે. હાલ ધોની અને અશ્વિન રમતમાં છે. ધોની 24 રન સાથે રમતમાં છે.

અપડેટ 12.15 pm

ભારતના 100 રન પૂરા

રૈના અને ધોનીએ સમજદારીપૂર્વકની ઇનિંગ રમતા ભારતે 31 ઓવરમાં 100 રન પૂરા કર્યા છે. ધોની અને રૈના વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઇ છે. ધોની 22 રન પર અને રૈના 41 રન સાથે રમતમાં છે.

અપડેટ 11.55 am

રૈનાની શાનદાર ઇનિંગ

સુકાની ધોનીના સાથ સાથે સુરેશ રૈના શાનદાર ઇનિંગ રમી રહ્યો છે. તેણે અત્યારસુધીમાં 31 રન બનાવી લીધા છે. બીજી તરફ ધોની 14 રન સાથે તેનો સાથ આપી રહ્યો છે. આ સાથે જ ભારતે 23 ઓવરની સમાપ્તિમાં 81 રન બનાવી લીધા છે.

અપડેટ 11.30 am

ધોની-રૈનાએ સંભાળી બાજી

એક પછી એક પાંચ બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ જતા એક સમયે ભારતની સ્થિતિ કફોળી બની ગઇ હતી, પરંતુ સુકાની ધોની અને યુવા ખેલાડી સુરેશ રૈનાએ સમજદારીપૂર્વકની બેટિંગ કરીને ટીમની બાજી સંભાળી લીધી છે. ભારતે 18 ઓવરની સમાપ્તિએ 70 રન બનાવી લીધા છે. ધોની 13 અને રૈના 21 રન સાથે રમતમાં છે.

અપડેટ 11.03 am

રોહિત શર્મા આઉટ

સહેવાગ, ગંભીર, કોહલી અને યુવરાજની વિકેટ ઝડપથી પડી ગયા બાદ રોહિત શર્મા અને સુરેશ રૈનાએ ટીમ ઇન્ડિયાની લથડી ગયેલી બાજીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતનો સ્કોર 29 રન હતો ત્યારે રોહિત શર્મા 4 રનના વ્યક્તિગત સ્કોર પર જુનૈદ ખાનની ઓવરમાં મોહમ્મદ ઇરફાનના હાથે ઝડપાઇ ગયો હતો. બીજી તરફ રૈના 10 રન પર રમી રહ્યો છે અન તેનો સાથે સુકાની મહેન્દ્ર સિંહ ધોની આપી રહ્યો છે.

અપડેટ 10:48 am

પાકિસ્તાન બોલર્સનો તરખાટ

પાકિસ્તાન બોલર્સે તરખાટ મચાવ્યો છે. જુનૈદ ખાને ત્રણ ખેલાડીઓને ક્લિન બોલ્ડ કર્યા છે. ભારતને પહેલો ઝટકો વિરેન્દ્ર સેહવાગના રૂપમાં પડ્યો છે. સહેવાગ માત્ર 4 રન બનાવીને જુનૈદ ખાન સહેવાગને ક્લીન બોલ્ડ કર્યો છે. મોહમ્મદ ઇરફાને ગંભીરના 8 રન પર બોલ્ડ કર્યો હતો. જ્યારે કોહલી 0 પર અને યુવરાજ સિંહ માત્ર 2 રન પર જુનૈદ ખાનનો શિકાર બન્યા છે. બન્ને ખેલાડી બોલ્ડ થયા છે.

gamdhir
પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ પાઠવ્યું છે અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચમાં જે રીતે પાકિસ્તાની બોલર્સ દ્વારા તરખાટ મચાવવામા આવ્યો છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાને પ્રથમ બોલિંગ કરવાનો જે નિર્ણય કર્યો છે, તે યોગ્ય છે. ભારત દ્વારા ટીમમાં એક ફેરબદલ કરવાનો નિર્ણય કર્યો છે. તેણે ઇન ફોર્મ બેટ્સમેન રહાણેના સ્થાને વિરેન્દ્ર સેહવાગને ટીમમાં સ્થાન આપ્યું, જે ભારતને મોંઘુ પડ્યું છે.

English summary
Pakistan won the toss and elected to field against india in chennai odi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X