For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતેશ્વર ફરી ચમક્યો, પૂજારાને ફળી પૂજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 નવેમ્બર: Live :ટીમ ઇન્ડિયા માટે નવી દિવાલ બનેલા બનેલા યુવા ખેલાડી ચેતેશ્વર પુજારાએ ઇગ્લેંડ વિરૂદ્ધના બીજા ટેસ્ટમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં પોતાના કેરિયરની ત્રીજી સદી ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચેતેશ્વર પુજારાએ અમદાવાદમાં અણનમ 206 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ એવા સમયે શાનદાર પ્રદર્શન કર્યું છે કે જ્યારે ભારતીય સસ્તામાં પેવેલિયન ભેગી થતી નજરે ચઢી રહી હતી. આજના દિવસની રમત પુરી થતાં ભારતે 6 વિકેટના નુકશાને 266 રન બનાવી દિધાં છે. ચેતેશ્વર પુજારા 114 રન અને અશ્વિન 60 રનના સ્કોર સાથે અણનમ છે.

Update: 5:50 PM

'સન ઑફ સૌરાષ્ટ્ર'ની ટેસ્ટમાં સતત ત્રીજી સદી

ભારત અને ઇગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરિઝની બીજી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ દિવસના ટી બ્રેક સુધી ટીમ ઇન્ડિયાએ છ વિકેટના નુકસાન પર 234 રનાવી લીધી છે. ચેતેશ્વર પૂજારાએ બે સ્ટેટમાં ત્રીજી સદી ફટકારી દિધી છે. જ્યારે અશ્વિન 50 રનના સ્કોર સાથે પીચ રમી રહ્યો છે.

Upadate: 04:11 PM

ભારતની ભૂંડી સ્થિતિ, 5 વિકેટે 120 રન

ટીમ ઇન્ડિયાએ 5 વિકેટના નુકસાને 120 રન બનાવી લીધા છે. વિરોટ કોહલી 19 રન બનાવી આઉટ થઈ ગયો છે. તેશ્વર પૂજારા 57 અને મહેન્દ્ર સિંહ ધોની 1 રનના સ્કોર સાથે પીચ પર રમી રહ્યો છે.

Upadate: 12:55 PM

cheteshwar-pujara

ભારત v/s ઇગ્લેંડ ટેસ્ટ : ભારતે 3 વિકેટ ગુમાવી 87 રન બનાવ્યા

ભારત અને ઇગ્લેંડ વચ્ચે રમવામાં આવી રહેલી ટેસ્ટ સિરિઝની બીજી ટેસ્ટ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાએ ટર્નિગ વિકેટને ધ્યાનમાં રાખતાં હરભજન સિંહને ઉમેશ યાદવના સ્થાને ટીમમાં સમાવેશ કર્યો છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ મેચમાં ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ છે કારણ કે શરૂઆતમાં પીચમાં ભેજ રહે છે.

ભારત ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેચ જીતીને 1-0 થી આગળ છે ઇગ્લેંડ માટે આ મેચ એક રીતે 'સ્પિન ટેસ્ટ' હશે. ભારતીય ટીમ આ મેચમાં પ્રથમ બેટીંગની શરૂઆત કરતાં મોટો સ્કોર ઉભો કરશે.

ભારતીય ટીમ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી મેદાનમાં ઉતરી હતી. પ્રથમ ઓવરના બીજા બોલ પર જ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને ગૌતમ ગંભીરને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ગંભીરે 1 ચોગ્ગાની મદદથી 4 રન બનાવ્યા હતા.

હાલમાં લંચ બ્રેક સુધીમાં ભારતે 3 વિકેટે 87 રન બનાવી લીધા છે. સચિન તેંડુલકર 12 બોલમાં 8 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો છે. ચેતેશ્વર પૂજારા 38 અને વિરાટ કોહલી 6 રન બનવી પીચ પર રમી રહ્યાં છે.

સેહવાગ આજે તેના કેરિયરની 100મી ટેસ્ટ રમી રહ્યો છે, 100મી ટેસ્ટ રમનાર તે ભારતનો નવમો બેટ્સમેન છે. વિરેદ્ર સહેવાગે આજે સદી ફટકારશે તેવી આશ હતી પરંતુ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. વિરેદ્ર સહેવાગ માત્ર 30 રન બનાવી આઉટ થઇ ગયો છે.

English summary
India versus England second test, India won the toss and they will go for bat first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X