બીજો દિવસઃ...ને ધોનીએ બનાવી નાંખ્યો આ અનોખો રેકોર્ડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત શરૂ છે. ભારતે નવ વિકેટ ગુમાવીને 354 રન બનાવી લીધા છે. મુરલી વિજયે શાનદાર ઇનિંગ રમતા 146 રન બનાવ્યા હતા. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ તેને સાથ આપ્યો હતો, જોકે તે એક સિદ્ધિ મેળવતા વંચિત રહી ગયો હતો. ધોની 82 રનના સ્કોરે એન્ડરસનના હાથે રન આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ-
ભારત વિ. ઇંગ્લેન્ડઃ કોણ કેટલું દમદાર, જાણો રસપ્રદ ઇતિહાસ

જો ધોની આજની ટેસ્ટમાં સદી ફટકારી દેત તો તે પણ મુરલી વિજયની જેમ એશિયા બહાર પ્રથમ સદી ફટકારવાની સિદ્ધિ તેને મળી જાત. પરંતુ આ સાથે જ તેણે એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે. ભારતીય બેટિંગ પર નજર ફેરવીએ તો, જાડેજા 25, બિન્ની એક અને ઇશાંત શર્મા 1 રન બનાવી આઉટ થયા છે. જ્યારે આજે એન્ડરસને એક, સ્ટ્રોકે બે અને બ્રોડે એક વિકેટ હાથ ધરી હતી. તો ચાલો આ મેચ સાથે જોડાયેલા કેટલાક રેકોર્ડ પર નજર ફેરવીએ.

150 કરતા વધુ બોલ રમવાનો ધોનીનો રેકોર્ડ

150 કરતા વધુ બોલ રમવાનો ધોનીનો રેકોર્ડ

આ બીજી વખત બન્યુ છેકે ધોનીએ ઉપ મહાદ્વીપીયની બહાર 150 બોલ કરતા વધારે બોલનો સામનો કર્યો હોય અને એ પણ બન્ને વખત ઇંગ્લેન્ડમાં છે. તેમજ બન્ને વખત તે રન આઉટ થયો હતો.

ઇંગ્લેન્ડમાં પાંચ અડધી સદી

ઇંગ્લેન્ડમાં પાંચ અડધી સદી

ભારત સિવાય અન્ય દેશોમાં અડધી સદી ફટકારવાની વાત કરવામાં આવે તો ધોની એ સૌથી વધારે પાંચ અડધી સદી ઇંગ્લેન્ડની સામે ફટકારી છે.

પાંચમી વિકેટ માટે 100 રનની ભાગીદારી

પાંચમી વિકેટ માટે 100 રનની ભાગીદારી

ઇંગ્લેડમાં પાંચમી વિકેટ માટે 100 કરતા વધારેની રનની ભાગીદારી નોંધાવવાની વાત કરવામાં આવે તો આવું ઇંગ્લેન્ડમાં છઠ્ઠી વખત બન્યું છે.

ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો વિજયે

ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો વિજયે

ટ્રેન્ટ બ્રિજમાં ભારતીય બેટ્સમેન તરફથી સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ અત્યાર સુધી સૌરવ ગાંગુલીના નામે હતો. ગાંગુલીએ 136 રન ફટકાર્યા હતા, જે વિજયે તોડી નાંખ્યો છે. વિજયે ટ્રેન્ટ બ્રિજમાં 146 રન ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X