For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહાલી ટેસ્ટ: કાંગારુઓનો 'શિકાર' કર્યો ભારતના સાવજોએ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મોહાલી ખાતે રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી પરાજય આપીને ભારતે શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે સળંગ ત્રણ ટેસ્ટ મેચ જીતી છે. હજુ એક ટેસ્ટ દિલ્હી ખાતે રમવાની છે, જો આ ટેસ્ટ પણ ભારત જીતી જશે તો ઓસ્ટ્રેલિયાને ક્લિનસ્વીપ આપવામાં ભારત સફળ થશે. મોહાલી ખાતેની ટેસ્ટ ભારતે જીતતાની સાથે જ અત્યરસુધીમાં ઓસ્ટ્રેલિયાને મળેલો સૌથી મોટો પરાજય છે. છેલ્લા 30 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા આ પ્રકારે હાર્યું છે. શાનદાર 187 રનની ઇનિંગ બદલ શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, ભારતમાં વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા અનુભવી ખેલાડી નહીં હોવા છતાં પણ ભારતે યુવા ખેલાડીઓના જુસ્સા અને જોમની મદદથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીતીને સાબિત કરી આપ્યું છે કે હવે નવી ટીમ ઇન્ડિયા તૈયાર થઇ ગઇ છે. મોહાલી ખાતેની ટેસ્ટની વાત કરીએ તો વરસાદના કારણે પહેલા દિવસની રમત રમાઇ નહોતી. ચાર દિવસ રમાયેલી આ ટેસ્ટમાં ભારતે છ વિકેટથી આ ટેસ્ટ મેચ જીતી લીધી છે.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 408 અને બીજી ઇનિંગમાં 233 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે પ્રથમ ઇંનિગમાં 499 અને બીજી ઇનિંગમાં 136 રન ચાર વિકેટ ગુમાવીને આ મોહાલી ટેસ્ટ પોતાના નામે કરી દીધી હતી. મોહાલી ટેસ્ટમાં ભારત તરફથી શિખર ધવને શાનદાર 187 અને મુરલી વિજયે 153 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ધોનીએ 67 રનની ઇનિંગ રમી હતી. બોલરની વાત કરીએ તો આ ટેસ્ટમાં ઇશાંત શર્માએ ત્રણ, રવિન્દ્ર જાડેજાએ બન્ને ઇનિંગમા ત્રણ-ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ અને ઓઝા-અશ્વિને બન્ને ઇનિંગમાં બે-બે વિકેટ મેળવી છે.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ઓસ્ટ્રેલિયાના સુકાની ક્લાર્કની વિકેટ લીધા બાદ સાથી ખેલાડીઓ સાથે ખુશી શેર કરતો ભારતનો યુવા ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ઓસ્ટ્રેલિયા સામે મોહાલી ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

મોહલી ટેસ્ટમાં વિકેટ લેનાર યુવા બોલરને ગળે લાગતો ભારતનો શાનદાર ખેલાડી વિરાટ કોહલી.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

મોહાલી ખાતે અડધી સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી તેનું સેલિબ્રેશન કરી રહ્યો હતો.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ રેકોર્ડ સર્જનાર શિખર ધવને કંઇક આવી લાક્ષણિક અદા આપી હતી, જેને તેનો સાથી ખેલાડી મુરલી વિજય જોઇ રહ્યો હતો.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિશેલ સ્ટાર્કની વિકેટ લીધા બાદ ઝૂમી ઉઠેલો ઝડપી બોલર ઇશાંત શર્મા.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવન સ્મિથની વિકેટ લીધા બાદ ઉત્સાહમાં આવી ગયેલો ભારતીય બોલર પ્રજ્ઞાન ઓઝા.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

મોહાલી ખાતેની ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વિકેટ લીધા બાદ ઝૂમી ઉઠેલા યુવા બોલર રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

મોહાલીમાં ટેસ્ટે શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારવા માટે ટીમના સમર્થકો મેદાન પર જોવા મળ્યા હતા.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમના સમર્થકો મેદાન પર ટીમનો ઉત્સાહ વધારી રહ્યાં હતા.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ભારતીય ક્રિકેટ ચાહકોએ મેદાન બહાર રહીને ટીમમાં જોમ અને જુસ્સો ભર્યો હતો.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ભારતીય ક્રિકેટ ચાહકોએ મેદાન બહાર રહીને ટીમમાં જોમ અને જુસ્સો ભર્યો હતો.

ભારતની શાનદાર જીત

ભારતની શાનદાર જીત

ભારતીય ક્રિકેટ ચાહકોએ મેદાન બહાર રહીને ટીમમાં જોમ અને જુસ્સો ભર્યો હતો.

English summary
India go 3-0 up with won mohali test by 6 wickets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X