AFC Asian Cup 2019: ભારતીય ફેન્સને પિંજરામાં બંધ કરી મારવાનો વીડિયો વાયરલ

એશિયા કપ 2019 ગુરુવારે ભારત અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ પહેલા ભારતીય ફેન્સને પિંજરામાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

એશિયા કપ 2019 ગુરુવારે ભારત અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ પહેલા ભારતીય ફેન્સને પિંજરામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં લઈને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. અબુધાબીમાં રમાયેલી આ મેચમાં યુએઈ ઘ્વારા ભારતને 2-0 થી હરાવવામાં આવ્યું છે. વીડિયોમાં પક્ષીઓના પિંજરામાં કેટલાક મજૂરો કેદ છે અને એક વ્યક્તિ ડંડો લઈને કેદીઓને બતાવી રહ્યો છે.

AFC Asian Cup 2019

ખલીઝ ટાઈમ્સ ખબર અનુસાર હાથોમાં ડંડો લઈને એક વ્યક્તિ મજૂરોને પૂછે છે કે તેઓ કોનું સમર્થન કરે છે, ત્યારે મજૂરો કહે છે કે તેઓ ભારતીય ટીમનું સમર્થન કરે છે. તેના પર તે વ્યક્તિ કહે છે કે આ યોગ્ય નથી કારણકે તેઓ યુએઈ માં રહે છે એટલા માટે તેમને યુએઈ માટે સમર્થન કરવું જોઈએ.

ત્યારપછી તે વ્યક્તિ પિંજરા પાસે ડંડો ફેરવતા બંધકોને ફરી પૂછે છે કે તેઓ કોનું સમર્થન કરે છે ત્યારે આ વખતે મજૂરો યુએઈ માટે સમર્થન કરે છે તેવો જવાબ આપે છે. આ જવાબ પછી પીંજરું ખોલી દેવામાં આવે છે અને મજૂરોને બહાર કાઢવામાં આવે છે. ગલ્ફ ન્યુઝ ખબર અનુસાર શારજહા પોલીસે વીડિયો વાયરલ થયા પછી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X